અમદાવાદના જાણીતા બિલ્ડરે જાતે જ રચ્યુ લૂંટનુ તરકટ, પોલીસે ફોડ્યો ભાંડો
બુધવારે ધોળા દિવસે જાણીતા અવિરત બિલ્ડર ગ્રુપના, બિલ્ડર જસ્મીન પાસેથી 53 લાખની લૂંટ થઈ હોવાન ધટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. અને કાયદો વ્યવસ્થા ખાડે ગયા હોવાની કાગારોળ મચી ગઈ હતી. આ ઘટનામાં મોડી મોડી ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે અમદાવાદ પોલીસ તથા ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધાયા બાદ ઝીણવટ પૂર્વક તપાસ કરી હતી જેમાં જસ્મીન પટેલે પહેલા તો અકસ્માત ત્યાર બાદ અપહરણ અને તે પછી તેની પાસેના 53 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની કેફિયત રજૂ કરી હતી.
જોકે પોલીસે ઘટનાનું રિક્ન્ટ્રક્શન કરાવતા જસ્મીનની ચાલાકી ખૂલ્લી પડી ગઈ હતી. જેમાં બહાર આવ્યું હતું કે બિલ્ડરે પોતે જ પોતાની લૂંટ અને અપહરણ થયાનું નાટક કરાવ્યું હતું. આ ઘટનામાં સમગ્ર વિગતો સામે આવી હતી કે અવિરત બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ગ્રૂપ સાથે સંકળાયેલા બિલ્ડર જસ્મિન પટેલે આઇપીએલના ક્રિકેટના સટ્ટામાં 50 લાખનું દેવું થઈ જતાં તેણે લૂંટનું તરકટ કર્યુ હતું. ત્યારે ગણતરીના કલાકોમાં પોલિસે આ વાત કેવી રીતે ખુલ્લી પાડી જાણો અહીં...

જસ્મિન દ્વારા ઘડી કાઢેલી વાર્તા
પોલિસ સમક્ષ જસ્મિને એવી રજુઆત કરી કે, તે ચાંદલોડિયા ખાતેની મર્કેન્ટીલ બેંકના લોકરમાંથી પૈસા લઈને સાયન્સ સીટી રોડ પરથી ઓફિસ તરફ જઈ રહ્યો હતો. એવા સમયે બપોરે પોણા ત્રણે ગોતા બ્રિજ નીચે સફેદ મારુતિ વાના ચાલકે તેની ગાડીને ટક્કર મારી અને બધાજ પૈસા લુંટી લીધા હતા. જો કે પોલિસને જાસ્મિન વાત ગળે નહતી ઉતરી.

જસ્મિનને ક્રિકેટમાં સટ્ટો રમવાની લત હતી
જસ્મિન છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ સટ્ટામાં સંડોવાયેલો હતો. તેને સટ્ટાની ખરાબ લત લાગી ગઈ હતી. ગયા આઈપીએલ મેચમાં પણ તેણે સટ્ટો રમી વધુ પૈસા જીતવાની તલપના ચક્કરમાં જ તે 50 લાખ જેવી મટી રકમ હારી ચુક્યો હતો.

જાતેજ પોતાને ઘાયલ કર્યો
જસ્મિની પોલીસ આગળ પોતાનું નાટક સાચું લાગે તે માટે તેણે જાતે જ પોતાના શરીર પર ઇજા કરી હતી. પણ પોલિસ ઇજાના નિશાન જોઇને દાળમાં કંઇક કાળું છે તે સમજી ગઇ હતી.

પોલીસે પાંચ કલાકમાં ભાંડો ખોલ્યો
જો કે જસ્મિન વાતો અને સીસીટીવી ફૂટેજ અલગ મળી આવતા સધન તપાસ કરતા જાસ્મીને સ્વીકાર્યું કે તેણે આ નાટક કર્યું હતું.












Click it and Unblock the Notifications
