એસ જી હાઈવે પર કાર અકસ્માતમાં 7 ને ઈજા

Subscribe to Oneindia News

અમદાવાદનાં એસ જી હાઈવે પરનાં થલતેજ અંડરપાસમાં એક કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેથી આવતા બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. કાર પલટી મારી હતી, અને કચ્ચરઘાણ નીકળી ગયું હતું. એસજી હાઇવે પર આવેલા અંડરપાસમાં પૂર ઝડપે આવી રહેલી હ્યુન્ડાઇ કારે બાઇક ચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 7 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તો 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યાં હતા . જેમાં બે લોકોની હાલત ગંભીર હતી.

accident

ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર ગુરુદ્વારા પાસે આવેલા અંડરપાસ પાસે કારચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન પોતાની હ્યુન્ડાઇ કારમાં નોકરીએ જઇ રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો. કારે બાઈક ચાલકોને અડફેટે લીધા હતા. કાર સ્પીડમાં હોવાથી પલટી ખાઇ ગઇ હતી. જેના લીધે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાના લીધે પોલીસે તાત્કાલિક અંડરબ્રિજ બંધ કરી દીધો હતો. અને ઘાયલોને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા . નીચે મુજબ લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે.

  • ભૂપેશ શર્મા (ઉં. 27)
  • ઇશ્વર સુથાર (ઉં. 25)
  • વિકાસ સુથાર (ઉં.21)
  • મંથન રાઠોડ (ઉં.25)
  • ગૌરવ શર્મા (ઉં. 25)
  • જૈનીશા શાહ (ઉં.23)
  • હર્ષ રાવલ (ઉં. 27)
English summary
Ahmedabad: Car and bike accident at SG Highway 7 injured.Read here more.
Please Wait while comments are loading...