For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ ટ્રમ્પના રૂટ પર ઝૂંપડપટ્ટી છૂપાવવા તંત્ર બનાવી રહ્યું છે 7 ફીટ ઉંચી દિવાલ

અમદાવાદઃ ટ્રમ્પના રૂટ પર ઝૂંપડપટ્ટી છૂપાવવા તંત્ર બનાવી રહ્યું છે 7 ફીટ ઉંચી દિવાલ

|
Google Oneindia Gujarati News

'ગરીબી હટે નહિ તો છૂપાવી દો'ની નીતિ સાથે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. અગાઉ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગની અમદાવાદ મુલાકાત વખતે પણ ઝૂંપડપટ્ટીઓને પડદાથી ઢાંકી દેવામાં આવી હતી હવે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવતા હોય સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્દિરા બ્રીજ સુધી તંત્રએ દિવાલ બનાવવાનું કામ આરંભી દીધું છે. 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત સમયે પીએમ મોદી સાથે તેઓ આ રૂટ પર રોડ શો કરવાના છે ત્યારે રૂટ પર આવતી આ ઝૂંપડપટ્ટીને ફરી ઢાંકવાનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.

બ્યૂટિફિકેશન ડ્રાઈવ

બ્યૂટિફિકેશન ડ્રાઈવ

બ્યૂટિફિકેશન ડ્રાઈવના ભાગરૂપે તંત્ર એરપોર્ટ અને મોટેરાના સ્ટેડિયમની આસપાસ ગાંધીનગર જતા રસ્તા પર અડધાથી વધુ કિલોમીટરની લાંબી અને છથી સાત ફીટ ઉંચી દિવાલ ખડકી રહ્યું છે.

વૃક્ષારોપણ પણ થશે

વૃક્ષારોપણ પણ થશે

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીએ કહ્યું કે, 'સ્લમ વિસ્તારને કવર કરવા માટે અંદાજે 600 મીટર જેટલી દિવાલ બનાવવામાં આવી રહી છે. આની સાથે જ પ્લાન્ટેશન ડ્રાઈવ (વૃક્ષારોપણ) પણ ચલાવવામાં આવશે.'

2500થી વધુની વસ્તી રહે છે અહીં

2500થી વધુની વસ્તી રહે છે અહીં

સદીઓ જૂની આ દેવ સરન અથવા સરનિયાવાસ ઝૂંપડપટ્ટીમાં 500 જેટલા ઘર આવેલા છે જેમાં 2500થી વધુની વસ્તી રહે છે. બ્યૂટિફિકેશન ડ્રાઈવના ભાગરૂપે મ્યૂનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટની સાથે જ આ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં પણ સંપૂર્ણપણે ઉગી ગયેલા ખજૂરના વૃક્ષો વાવશે.

જાપાનના પીએમની મુલાકાત વખતે પણ થયું આવું

જાપાનના પીએમની મુલાકાત વખતે પણ થયું આવું

જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિન્ઝો આબે અને તેમના પત્ની અકી આબે 2017માં ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા ત્યારે પણ આવા જ પ્રકારે બ્યૂટિફિકેશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.

શિક્ષકોને હાજર રહેવાની સૂચના

શિક્ષકોને હાજર રહેવાની સૂચના

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મોટેરામાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાનાર છે. સૂત્રો મુજબ શિક્ષણ વિભાગને અમદાવાદ શહેર, ગ્રામીણ અને જિલ્લામાંથી 25000 જેટલા વિદ્યાર્થીઓને કાર્યક્રમ વખતે હાજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે, આવી જ સૂચના ગુજરાત યૂનિવર્સિટી ઑથોરિટીને પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારના 1000 જેટલા સરકારી શિક્ષકોને પણ 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ વખતે હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

અમદાવાદમાં 50 લાખ લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે! જાણો શું બોલ્યાઅમદાવાદમાં 50 લાખ લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે! જાણો શું બોલ્યા

English summary
Ahmedabad civic body is building the wall in slum area before trump's visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X