અમદાવાદ: દલિતનો આરોપ, પોલીસે જૂતા ચાટવા કર્યું દબાણ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં એક દલિત યુવકે 15 પોલીસ અધિકારીઓ પર એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો છે. એફઆઈઆરમાં યુવકે આરોપ મુક્યો છે કે, પોલીસ કસ્ટડીમાં તેની સાથે દુર્વ્યવહાર થયો છે. યુવકે જણાવ્યું હતું કે, પોલીસે તેને તેની જાતિ પૂછી હતી અને ત્યાર બાદ 15 પોલીસ અધિકારીઓના જોડા ચાટવાની ફરજ પાડવામાં આવી હતી. પોલીસ તરફથી આવા તમામ આરોપો નકારવામાં આવ્યા છે. આ ઘટના 29 ડિસેમ્બરની રાતની હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રહેવાસી હર્ષદ જાધવનો એક પોલીસ સિપાઇ સાથે ઝગડો થયો હતો. એફઆઇઆર નોંધાવતી વખતે હર્ષદે જણાવ્યું કે, પોલીસ સિપાઇ સાથેનો ઝગડો મારપીટમાં ફેરવાયો હતો. એ પછી અન્ય એક સિપાઇ તેના ઘરે મારપીટની ઘટના અંગે પૂછપરછ કરવા આવ્યો હતો, એની સાથે પણ હર્ષદને બોલાચાલી થઇ હતી.

jail

ત્યાર બાદ સિપાઇએ હર્ષદ પર ડંડા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેના હાથની આંગળી ટૂટી ગઇ. હર્ષદે જણાવ્યું કે, સિપાઇએ તેના કુટુંબીજનો સાથે પણ વાત કરી અને પછી એ જ રાતે તેને પોલીસ મથક લઇ જવામાં આવ્યો હતો. રાત્રે લોકએપમાંથી બાહર કાઢી તેને તેની જાતિ પૂછવામાં આવી હતી. એ પછી તેને આરોપી સિપાઇની માફી માંગવાનું કહેવામાં આવ્યું અને પછી તેને ત્યાં હાજર 15 પોલીસવાળાઓના જોડા ચાટવાનું કહેવામાં આવ્યું હતું. આ મામલે ડીસીપી ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે, એક પોલીસ સિપાઇ સાથે મારપીટના ગુના હેઠળ હર્ષદની ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસ તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જામીન મળી ગયા હતા. અદાલતમાં તેણે પોલીસ મથકમાં ઘટેલ કોઇ અપ્રિય ઘટનાનો ઉલ્લેખ નહોતો કર્યો. આવું કંઇ થયું હોય તો તે અદાલતમાં શા માટે ન બોલ્યો? આ મામલે આરોપી પોલીસના નામે એફઆઇઆર નોંધાઇ છે અને મામલાની તપાસ થઇ રહી છે.

English summary
Ahmedabad: Dalit man allegedly beaten up and forced to lick shoes by 15 policeman.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.