અમદાવાદમાં હાર્દિક પટેલ તેના 50 સાથીદારો સાથે બેઠો ધરણા પર
અમદાવાદમાં હાર્દિક પટેલ તેના 50 જેટલા સાથીદારો સાથે ધરણાં પર બેઠો છે. તે જોતા ચાંપતો પોલિસ બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે. વધુ જાણો અહીં
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર તેવા હાર્દિક પટેલે અમદાવાદના ઉમિયાધામ કેમ્પસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પણ ત્યાં પહોંચતા જ પોલીસ દ્વારા તેના અટકાવવામાં આવતા, તે તેના 50 જેટલા સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે સાંજે જ પાસના નેતા દિનેશ બાંભણિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અને આ માટે પણ પાસ દ્વારા ભાજપના નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો.

તે પછી હાલ જ્યારે તેણે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત કરી હતી તેમાં પણ તેને અંદર પોલીસ કર્મીઓ દ્વારા પ્રવેશવા ના દેતા તેના સમર્થકો અને પોલીસ વચ્ચે બોલચાલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પહોંચે તે પહેલા જ પોલીસે આ સમક્ષ વિસ્તારની આસપાસ ચાંપતો પોલીસ બંદોવસ્ત કરી નાંખ્યો હતો. અને મીડિયા અને હાર્દિક પટેલને અંદર જવા નહતા દીધા. જે બાદ હાર્દિક પટેલના સમર્થકોએ સુત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.












Click it and Unblock the Notifications
