For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના નેતાએ પહેલા મહિલાની લાતોથી પીટાઈ કરી પછી રાખડી બંધાવી

અમદાવાદની નરોડા વિધાનસભા સીટથી વિધાયક બલરામ થવાની ઘ્વારા રવિવારે એક મહિલાને ખુબ જ નિર્દયતાપૂર્વક માર મારી હતી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદની નરોડા વિધાનસભા સીટથી વિધાયક બલરામ થવાની ઘ્વારા રવિવારે એક મહિલાને ખુબ જ નિર્દયતાપૂર્વક માર મારી હતી. પરંતુ હવે આખા પ્રકરણનો અંત આવી ગયો છે. આપને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ભાજપા વિધાયક મહિલાને ઢોર માર મારી રહ્યા છે.

રાખડી બંધાવીને તેને પોતાની નાની બહેન તરીકે ગણાવી

રાખડી બંધાવીને તેને પોતાની નાની બહેન તરીકે ગણાવી

સોમવારે બલરામ થવાની જયારે મીડિયા સામે આવ્યા ત્યારે તેમને કહ્યું હતું કે તેઓ માફી નહીં માંગે. માહિતી આવી રહી છે કે ભાજપના ઉપરી નેતૃત્વ ઘ્વારા તેમને ઠપકો મળ્યા પછી તેઓ થોડા નરમ પડ્યા અને માંફી માંગવા માટે તૈયાર થયા હતા. તેઓ માંફી માંગવા માટે પીડિતાના ઘરે ગયા અને તેની પાસે રાખડી બંધાવીને તેને પોતાની નાની બહેન તરીકે ગણાવી.

પહેલા લાતો અને મુક્કાથી ઢોર માર મારવો અને પછી રાખડી બંધાવવી

તેમને પીડિતા પાસે રાખડી બંધાવીને તેને નાની બહેન તરીકે ગણાવતા મીઠાઈ ઘ્વારા તેનું મોઢું મીઠું પણ કરાવ્યું. મહિલાને લાતો મારતા વિધાયકનો વીડિયો વાયરલ થયા પછી ચારે તરફ લોકો તેને ધિક્કાર આપતા હતા. બીજી બાજુ લોકોમાં ચર્ચા થઇ થઇ રહી છે કે પહેલા લાતો અને મુક્કાથી ઢોર માર મારવો અને પછી રાખડી બંધાવવી, આ કેવો ભાઈ છે.

મેં તેમને ભાઈ માની લીધા

પીડીતાએ કહ્યું કે બલરામ થવાની ઘ્વારા તેને કહેવામાં આવ્યું કે, હું તને બહેન માનીને ચાલ્યો છું બહેન રીતે જ મેં તને થપ્પડ મારી હતી, મારો તેમાં કોઈ જ ખોટો વિચાર ના હતો. મેં પણ તેમને ભાઈસાહેબ માની લીધા છે. અમે બધાએ ભેગા મળીને સમાધાન કર્યું છે.

વિધાયકે જાતે મહિલાને લાત મારી

ખરેખર આખો મામલો પાણીની પાઇપ અંગે હતો, જેની ફરિયાદ લઈને મહિલા વિધાયક પાસે પહોંચી હતી. પરંતુ જનતાના પ્રતિનિધિ કહેવાતા વિધાયક આ મહિલા સાથે કેવો વ્યવહાર કરી છે, તે હેરાન કરે તેવો છે. રસ્તામાં મહિલાને ફેંકીને વિધાયકનો માણસ તે મહિલાને થપ્પડ મારે છે, ત્યારપછી વિધાયકે જાતે મહિલાને લાત મારી. મહિલા આ દરમિયાન ચીસો પાડતી રહી. ગુજરાતના વિધાયકની આ હરકત કેમેરામાં કેદ થઇ ચુકી છે.

English summary
Ahmedabad naroda bjp mla balram thawanis beat women in public then apologiesn to the victim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X