અમદાવાદઃ પોલીસે NIDના વિદ્યાર્થીઓને દારૂ પીતા ઝડપ્યા

Posted By:
Subscribe to Oneindia News

પાલડી પોલીસે દેશની જાણીતી સંસ્થા નેશનલ ઇનસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NIDમાં રેડ પાડીને 29 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપ્યા છે. નોંધનીય છે કે આ જાણીતી સંસ્થામાંથી પોલીસ રેડ પાડીને 15 વિદ્યાર્થીઓ અને 14 વિદ્યાર્થીનીઓની ધરપકડ કરી છે. સાથે જ વિદ્યાર્થીઓ પાસેથી દારૂની 6 બોટલ પણ પોલીસે જપ્ત કરી છે. પોલીસે હાલ તો આ વિદ્યાર્થીઓની અટક કરીને તેમના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે જેથી તેમણે દારૂ પીધો છે કેમ તે વાત સ્પષ્ટ થઇ શકે અને આ બાદ આગળની કાર્યવાહી કરી શકાય.

nid

નોંધનીય છે કે અગાઉ 31 ડિસેમ્બરે પોલીસે એનઆઇડીના ડાયરેકટરને એનઆઇડીમાં વિધાર્થીઓ દારૂની મહેફીલ માણતાં હોવાની જાણ કરી હતી, પરંતુ એનઆઇડીના સત્તાધીશોએ કોઇ કાર્યવાહી ન કરતા પોલીસે કરી રેડ પાડી હતી. ત્યારે દેશ અને ગુજરાતની આટલી માનક સંસ્થામાંથી એક તેવી એનઆઇડીમાંથી વિદ્યાર્થીઓ આવી નાશીલી વસ્તુ સાથે ઝડપાતા શિક્ષણ જગત આશ્ચર્યચક્તિ થયું છે. હાલ તો પોલીસે 10 થી વધુ વિદ્યાર્થીઓ વિરૂધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

English summary
Ahmedabad: Police raid at national Institute of Design and arrested 15 student with liquor.
Please Wait while comments are loading...