અમદાવાદમાં થઇ પબ્લિક લૂંટ, પોલીસ આવે તે પહેલા સૂપડા સાફ

Subscribe to Oneindia News

અમદાવાદ ના સરદારનગરમાં સૈજપુર બોધા ટાવર પાસે આવેલ શ્રી બાબા નામની ઘરવખરીની દુકાનામાં લોકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. શ્રી બાબા નામની ઘરવખરીના દુકાન માલિકે મોટું ઉઠામણું કરી લેતા લોકોએ દુકાનમાં લૂંટ ચલાવી હતી. મંગળવારે ઉઠમણાંનો ભોગ બનેલા ૧૦૦૦થી વધુ લોકોના ટોળાએ દુકાનનું તાળું તોડી દુકાનમાં લુંટ ચલાવી હતી. જે બાદ સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પણ લોકોને કાબુ નહતી કરી શકી. જો કે આ લૂંટમાં ઉઠામણાંના ભોગ બનનાર લોકો સમેત અન્ય લોકોએ પણ મોકાનો લાભ ઉઠાવી લૂંટમાં ભાગ લીધો હતો. અને દુકાનમાં પડેલ ફ્રીજ, ટીવી, પંખા, વોશિંગ મશીન, ફર્નીચરને લૂંટી લીધા હતા.

ahmedabad

નોંધનીય છે કે અમદાવાદના બોધા ટાવર પાસે શ્રી બાબા સપ્લાયર નામથી ઘરવખરીની દુકાન અન્ના નામના એક વ્યક્તિએ ખોલી હતી. છેલ્લા ૪ મહિનાથી ખોલેલી આ દુકાનમાં અન્નાએ લોકોનો વિશ્વાસ જીતવા માટે પહેલા 45 ટકા ડિસ્કાઉન્ટમાં તમામ ઘરવખરીની સામગ્રી આપી હતી. જોકે અન્નાએ ફરીવાર લોકો પાસેથી વધુ પૈસા લઇ અને 12 દિવસ બાદ સામગ્રી લઇ જવાનું કીધું હતું. જોકે તે પછી દુકાન બંધ રહેતા ૧૦૦૦ જેટલા લોકોના દુકાનનું તાળું તોડી અને અંદર રહેલો સમાનની લુંટ ચલાવી હતી.

ahmedabad

જોકે ઘટનાની જાણ સરદાર નગર પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, પણ પોલીસ પહોંચે તે પહેલા જ દુકાન સાફ થઇ ગઈ હતી. વધુમાં લોકોએ દુકાનના પંખા સુધી કાઢી લીધા હતા. 45 ટકા ડિસ્કાઉન્ટની લાલચ આપી લોકોને લુંટનાર છેવટે પોતે લૂટાઈ ગયો હતો. જો કે , સરદારનગર પોલીસે ભોગ બનારના નિવદેન લઇને તપાસ હાથધરી છે.

English summary
Ahmedabad public looted a shop, shop owner cheated many people.
Please Wait while comments are loading...