અમદાવાદમાં 2 દિવસ પહેલા ડિટેઈન કરેલી 2 કરોડની પોર્શે 911 કાર પર 9.80 લાખનો દંડ
અમદાવાદના પશ્ચિમ ઝોનમાં પોલિસે 27 નવેમ્બરે 2 કરોડ રૂપિયાની પૉર્શે 911 કાર ડિટેઈન કરી હતી જેના પર 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ રૂટિન ચેકિંગ દરમિયાન કારચાલક પાસે જરૂરી ડોક્યુમેટ્સ નહોતા અને કાર પર નંબર પ્લેટ પણ નહોતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ પોલિસે આટલો આકરો દંડ ફટકાર્યો હોવાનુ પોલિસે જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે શહેર ટ્રાફિક પોલિસે લક્ઝુરિયલ કાર સામે ટ્રાફઇક ડ્રાઈવ યોદી હતી જેમાં હેલ્મેટ સર્કલ પાસે પોલિસે 2 કરોડની પોર્શે 911 મેડલની કાર ડિટેઈન કરી લીધી હતી. પોલિસે આપેલા આરટીઓ મેમો મુજબ બપોરના સમયે હેલ્મેટ સર્કલ પાસે પોર્શે 911 કારની આગળ અને પાછળ નંબર પ્લેટ ન હોવાથી, જરૂરી ડોક્યુમેન્ટ્સ ન હોવાથી તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાથી દંડ ફટકારવામાં આવ્યો છે.
વધુમાં પોલિસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે પોર્શે કારના માલિક રણજીત દેસાઈએ દંડ ભરવા માટે આરટીઓ કાર્યાલયનો સંપર્ક કર્યો હતો જ્યાંથી તેમને અન્ય પેન્ડિંગ ટેક્સ અને અન્ય માહિતી આપવામાં આવી હતી. જો કે હજુ સુધી દંડની રકમ ભરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ લંડન બ્રિજ પર થયેલી ચાકૂબાજીને આતંકવાદી ઘટના ઘોષિત કરાઈ, 1નુ મોત