અમદાવાદ: નિકોલમાં પાટીદારોએ હાર્દિક પટેલનો કર્યો વિરોધ

Subscribe to Oneindia News

હાર્દિક પટેલ હાલ તો સભાઓ ગજવવામાં વ્યસ્ત છે, તેમજ તેણે ટ્વિટ કરીને કોંગ્રેસને પણ ચેતવણી આપી દીધી છે કે કોંગ્રેસ પાટીદાર અનામત બાબતે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો, સુરતની રાહુલ ગાંધીની સભાના હાલ અમિત શાહ જેવા થશે. જો કે, કેટલાક પાટીદારો હવે હાર્દિકની સંતાકૂકડીથી કંટાળ્યા હોય તેમ તેમણે હાર્દિકનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે અમદાવાદ ખાતે આવેલા નિકોલ વિસ્તારમાં પાટીદારોએ હાર્દિકનો વિરોધ કર્યો હતો.

hardik patel

ઉલ્લેખનીય છે કે, નિકોલ બાપુનગર વિસ્તારમાં પાટીદારો મોટી સંખ્યામાં રહે છે. તેમણે 'સમાજના ગદ્દારને જાકારો આપો' એ પ્રકારના પોસ્ટર્સ લઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાકનો મત હતો કે, હાર્દિક તાજમાં રાહુલને મળ્યો કે બીજા કોઈને તેણે પોતાનો મત સ્પષ્ટ કરી દેવો જોઈએ. તો વળી કેટલાક પાટીદારોને હાર્દિકની કોંગ્રેસ નેતા સાથેની મુલાકાત યોગ્ય નથી લાગી. તેમનો મત હતો કે, હાર્દિકે આંદોલનનો ઉપયોગ રાજકારણમાં જવા કર્યો છે. પાટીદારોએ હાર્દિકના વિરોધમાં 'હાર્દિક હાય હાય'ના નારા પણ લગાવ્યા હતા.

English summary
Ahmedabad: Some Patidar protests against Hardik Patel after he met Congress leader.
Please Wait while comments are loading...