બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતો ફરીથી જશે જેલમાંઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
Bilkis Bano Case Supreme Court Verdict: બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટીસ નાગરથનાએ કહ્યુ કે અમે કાયદાકીય દ્રષ્ટિકોણથી કેસની તપાસ કરી છે અને પીડિતાની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે. સજા એટલા માટે આપવામાં આવે છે કે ભવિષ્યમાં ગુનાઓ રોકી શકાય, ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદના પણ સમજવી જોઈએ.
બિલકિસ બાનો ગેંગરેપના 11 દોષિતોને મુક્ત કરવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ 11 દોષિતોની મુક્તિ રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે 11 દોષિતોની સજાને પડકારતી બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુનાવણી માટે યોગ્ય છે.

બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને ઓગસ્ટ 2022માંમુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ દોષિતોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. હવે આ તમામ ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય, જ્યાં ગુનેગાર પર કેસ કરવામાં આવે છે અને સજા કરવામાં આવે છે, તે દોષિતોની માફી અરજી પર નિર્ણય લેવા માટે સક્ષમ છે. પરંતુ સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ગુજરાત રાજ્ય ગુનેગારોની સજા માફ કરવાનો આદેશ આપવા સક્ષમ નથી પરંતુ મહારાષ્ટ્ર સરકાર સક્ષમ છે.
જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જલ ભુઈયાની સુપ્રીમ કોર્ટની બેન્ચે ચુકાદો જાહેર કર્યો અને જસ્ટિસ નાગરથનાએ ચુકાદો લખ્યો. સુપ્રીમ કોર્ટની બેન્ચે 11 દિવસની સુનાવણી બાદ ગયા વર્ષે 12 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કાર્યવાહી દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારોએ દોષિતોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ પણ આપ્યા હતા. ગુજરાત સરકારે દોષિતોની મુક્તિને વાજબી ઠેરવતા કહ્યું કે તેઓએ સુધારાના સિદ્ધાંતનું પાલન કર્યું છે.
તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ, 2022ના રોજ, જેલમાં 15 વર્ષ પૂર્ણ કર્યા પછી, તેમની જેલ દરમિયાન તેમની ઉંમર અને વર્તનને ધ્યાનમાં રાખીને મુક્ત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 3 માર્ચ, 2002ના રોજ, ગુજરાતમાં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના પછી ફાટી નીકળેલા રમખાણોમાંથી ભાગી રહી હતી ત્યારે બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. આ રમખાણોમાં બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં તેની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.
Bilkis Bano case | Supreme Court holds that the State, where an offender is tried and sentenced, is competent to decide the remission plea of convicts. Supreme Court holds that the State of Gujarat was not competent to pass the remission orders of the convicts but the Maharashtra… pic.twitter.com/YcMv3VshL2
— ANI (@ANI) January 8, 2024












Click it and Unblock the Notifications
