ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં ઓફલાઈન કોવિડ-19 રસીકરણને મંજૂરી આપોઃ નિતિન પટેલ
ગુજરાત સરકારે દૂરના સ્થળો માટે સૂચના શેર કરવા એક ઓફ લાઈન પ્રણાલીની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે.
અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસ વેક્સીનના અપેક્ષિત રોલ-આઉટ બાદ ગુજરાત સરકારે ગુરુવારે કેન્દ્ર સરકારને જ્યાં ઈન્ટરનેટ કનેક્ટેટિવિટીનો મુદ્દો છે તેવા દૂરના સ્થળો માટે સૂચના શેર કરવા એક ઓફ લાઈન પ્રણાલીની મંજૂરી આપવાનો અનુરોધ કર્યો છે. આ અનુરોધ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સાથે વર્ચ્યુઅલ ચર્ચા દરમિયાન કર્યો.

વધુમાં નિતિન પટેલે જણાવ્યુ કે, રાજ્યના દૂરના સ્થળોની સાથે સાથે પર્વતીય વિસ્તારોમાં પણ ઈન્ટરનેટ કનેક્ટિવિટીના મુદ્દાઓ છે. આવી સ્થિતિમાં પ્રશાસનને લાભાર્થીઓ સાથે વેક્સીન વિશે માહિતી શેર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ રીતના વિસ્તારોમાં એક ઓફલાઈન પ્રણાલીની મંજૂરી આપવા પર વિચાર કરવા માટે હુ અનુરોધ કરુ છુ. તેમણે ઉમેર્યુ કે કોવિડ વેક્સીન ઈન્ટેલીજન્સ નેટવર્ક(Co-WIN)સિસ્ટમ એક એવુ ડિજિટલ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ વાસ્તવિક સમયના આધારે રસીકરણ અને એન્ટી કોરોના વાયરસ શૉટ્સ માટે સૂચિબદ્ધ લાભાર્થીઓને ટ્રેક કરવા માટે કરવામાં આવશે.
ખરાબ ઈન્ટરનેટ કનેક્ટિવિટીથી પ્લેટફોર્મના કામમાં અડચણ આવી શકે છે. નિતિન પટેલે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનને જણાવ્યુ કે ગુજરાત પ્રશાસન રસીકરણ રોલ-આઉટ માટે સંપૂર્ણપણે તૈયાર છે. રાજ્ય મશીનરી દેશવ્યાપી વેક્સીન ડ્રાય રન સ્લેટ માટે પણ તૈયાર છે. ગુજરાતના 248 તાલુકાઓ અને 26 ઝોનમાં ડ્રાય રનનુ આયોજન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
