કોંગ્રેસની મણીનગર બેઠકની કોંગ્રેસ ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરીય ખેસ ધારણ કર્યો
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રવેત્સોવ શરૂ કર્યો છે. જેને લઇને ભાજપમાં એક એક કરીને કોગ્રેસના નેતાઓ જોડાઇ રહ્યા છે જેમા વધુ બે નામો ભાજપમાં જાડાયા હતા. 2017 માં ગુજરાત વિધાનસભાની કોંગ્રેસની મણીનગર બેઠકની ઉમ
ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રવેત્સોવ શરૂ કર્યો છે. જેને લઇને ભાજપમાં એક એક કરીને કોગ્રેસના નેતાઓ જોડાઇ રહ્યા છે જેમા વધુ બે નામો ભાજપમાં જાડાયા હતા. 2017 માં ગુજરાત વિધાનસભાની કોંગ્રેસની મણીનગર બેઠકની ઉમેદવાર શ્વેતા બ્રહ્મભટ્ટ સી.આર. પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ હતી.

ભાજપમાં જોડાતા તેણે કોંગ્રેસ પર સીધા નિશાન સાધ્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ એક એવી નાવ છે જેમા સવાર ચાર લોકોને અલગ અલગ દિશામાં જવું છે. તે નેતૃત્વ વિહિન છે. તેણે જણઆવ્યુ હતુ કે, થોડા સમય પહેલા એક ઉદેશ્ય સાથે રાજનીતિ શરૂ કરી હતી. જીવનમાં જે કઇ પણ અવરોધ આવે છે. તે નવો રસ્તો ખોલ છે. અને વડાપ્રધાન માટે મને માન છે. હું કોગ્રેસમાં હતી ત્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસંશક રહી છુ.
શ્વેતા ભ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે, હુ દેશ સેવા માટે રાજકારણમાં જોડાયો છુ. હુ કોઇ પ્રકારના ભાજપ સાથે કમિન્ટમેન્ટ વગર જોડાઇ છુ. મારુ વિઝન ક્લિયર છે. કોગ્રેસ કપ્તાન વગરની નાવ છે. તેનો કઇ જ ગોલ નથી.
શ્વેતા બ્રહ્મભટ્ટે 2012 માં બેંગાલૂરૂ સ્થિત IIMમાથી પોલિટિકલ લીડરશીપ ફોર વૃમનનો કૉર્ષ કર્યો હતો. વર્ષ 2003માં બીબીએ વર્ષ 2006 માં એમસીએ કોર્ષ કર્યો હતો. 2013માં એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરેલો છે. તે એએમસીના કોગ્રેસના પૂર્વ કોર્પોરેટર હેલ્થ કમિટીના ચેરમેનના દીકરી છે. શ્વેતાએ 2017માં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી.












Click it and Unblock the Notifications
