હવામાન: શું વરસાદ મેઘરાજા બગાડશે દિવાળીની મજા? અંબાલાલ પટેલની મોટી આગાહી

અમદાવાદ: ચોમાસાએ રાજ્યમાંથી સત્તાવાર રીતે વિદાય તો લઈ લીધી છે. જોકે, ચોમાસુ ગુજરાતના હવામાનમાંથી જવાનું નામ ન લેતુ હોય તેવુ લાગી રહ્યું છે. રાજ્યમાંથી સત્તાવાર વિદાય બાદ પણ અનેક જગ્યાએ મેઘરાજાએ પોતાનું જોર દર્શાવ્યુ છે. ત્યારે ફરી એક વખત રાજ્યના હવામાનમાં મેઘરાજા ફરી વખત એન્ટ્રી કરે તેવી આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી મુજબ દિવાળી દરમ્યાન રાજ્યમાં વરસાદ વરસી શકે છે. ઓડિશામાં સર્જાયેલા દાના વાવાઝોડાને કારણે ભારતના અનેક રાજ્યમાં વરસાદની શક્યતા છે. ત્યારે દાના વાવાઝોડાની અસર ગુજરાતને પણ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

Ambalal patel

દાના વાવાઝોડાની અસર ક્યાં અને કેટલી થશે?

દાના વાવાઝોડાની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ષુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે બંને રાજ્યોમાં ભારે પવન અને વરસાદને કારણે અનેક પ્રકારની મુશ્કેલી જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતને પણ દાના વાવાઝોડાની અસર થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો વાત ગુજરાતની કરીએ તો, દાના વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં ખાસ થઈ શકે છે. આહવા, વલસાડ, તાપી, સુરત જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દાના વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

કેવુ રહેશે રાજ્યનું તાપમાન?

દાના વાવાઝોડાને કારણે રાજ્યના તાપમાનમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આગાહી અનુસાર, અમદાવાદ, અમરેલી,દ્વારકા, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાનું તાપમાન ડિગ્રીને આસપાસ રહે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ભરૂચ, આણંદ, છોટાઉદેપુર, ભાવનગર, દાહોદ, નવસારી, વલસાડ. ગીર સોમનાથ સહિતના જિલ્લામાં તાપમાન ડિગ્રી રહે તેવી આગાહી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X