For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંકરિયા કાર્નિવલમાં AMCના કર્મચારીના મોબાઇલ પણ અસલામત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં દશ વર્ષથી કાંકરિયા કાર્નિવલની ઉજવણી થાય છે. સુરક્ષા માટે પોલીસની વ્યવસ્થા હોવા છતાં થાય છે ચોરીઓ. આ વર્ષે એએમસીના કર્મચારીઓના મોબાઇલની થઇ ચોરી.

By Oneindia
|
Google Oneindia Gujarati News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા છેલ્લાં દશ વર્ષથી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે અને 2500થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાંય, નાના-મોટા ચોરીના બનાવો બને છે. ત્યારે હવે તો કાંકરિયા કાર્નિવલમાં ફરજ બજાવતા એએમસીના કર્મચારીઓના મોબાઇલ ફોન પણ સલામત નથી રહ્યા.

Gujarat

એએમસીના પાલડી સંસ્કાર કેન્દ્રમાં ક્લાર્ક તરીકે નોકરી કરરતા પ્રિતેશ પટેલને કાંકરિયા કાર્નિવલમાં ફરજ સોંપવામાં આવી હતી. તારીખ 29મી ડિસેમ્બરના રોજ સાંજના સાત વાગ્યાના સમયે પ્રિતેશભાઇ ડીનર ટાઇમમાં કાંકરિયા કાર્નિવલમાં આવેલા ફુડ સ્ટોલમાં જમવા માટે ગયા ત્યારે ભીડનો લાભ લઇને કોઇ ગઠીયો તેમનો રૂપિયા 8000ની કિંમતનો મોબાઇલ ફોન ચોરીને લઇ ગયો હતો. થોડીવાર પછી પોતાનો મોબાઇલ ન મળતા પ્રિતેશભાઇએ બીજા નંબર પરથી કોલ કર્યો હતો પણ મોબાઇલની ચોરી કરનારે ફોન રીસીવ કર્યો નહોતો અને થોડીવારમાં ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેેથી આ અંગે પ્રિતેશભાઇએ મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે બીજી તરફ ફ્લાવર શો દરમિયાન પણ મોબાઇલ ફોન ચોરી થયાના બનાવો બન્યા હતા અને મોબાઇલ ચોરીની એક ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ હતી.

English summary
AMC employee's mobile stolen during kankariya carnival. Rad more Detail on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X