AMC સાબરમતી રિવરફ્રન્ટ પર મેગા ફ્લાવર શૉ યોજશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) 25થી 30 જાન્યુઆરી, 2013 દરમિયાન મેગા ફ્લાવર શૉ યોજવાનું છે. મજાની વાત એ છે કે આ ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્ર્ન્ટ પર યોજાવાનો છે. સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે એલિસબ્રિજથી સરદાર બ્રિજની વચ્ચે તેનું આયોજન કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત અન્ય માહિતી અનુસાર શૉ માટે 40,000 ચોરસ મીટર જમીનમાં ટેન્ટ તૈયાર કરવામાં આવશે. આ વિશાળ ફ્લાવર શૉમાં સીઝનલ ફ્લાવર્સ, પ્લાન્ટ્સ, વૃક્ષો, વેજિટેબલ પ્લાન્ટ્સ, આયુર્વેદિક પ્લાન્ટ્સ, બોન્સાઇ, કેક્ટસ, પાલ્મ ઉપરાંત 500 પ્રકારના પ્લાન્ટ્સના 45000 જેટલા પ્લાન્ટ્સ રજૂ કરવામાં આવશે.
લેન્ડસ્કેપ આર્ટનો ઉપયોગ કરીને મેગા શૉને ટ્રી સ્કલ્પચરથી સજાવવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય નાગરિકને તેમના છોડ પ્રદર્શન મૂકવા માટે 2000 ચોરસ મીટર જગ્યાની અલાયદી ફાળવણી કરવામાં આવી છે.
આ શૉમાં અમદાવાદ, ગુજરાત અને અન્ય રાજ્યોની નર્સરીઓ ભાગ લેશે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ફર્ટિલાઇઝર, બિયારણ, જંતુનાશકો અને ગાર્ડન ટૂલ્સ સંબંધિત કંપનીઓ પણ ભાગ લેશે.












Click it and Unblock the Notifications
