Ahmedabad: વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ AMC જાગ્યું, અમદાવાદમાં 15 વર્ષથી વધુ જૂના તમામ બ્રિજની તપાસ કરશે
Ahmedabadમાં કુલ 92 બ્રિજ આવેલ છે. જેમાં એએમસી (AMC) હસ્તકના 75 બ્રિજ છે. રેલવે હસ્તક 14, 1 NHAI તેમ જ GIDC હસ્તક 1 બ્રિજ આવેલો છે.

Ahmedabad: વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જાગ્યું છે અને અમદાવાદ શહેરના બ્રિજોની તપાસ કરવા માટેનો આદેશ આપ્યો છે. હવે બ્રીજના રિપોર્ટ કરવામાં આવશે. Ahmedabad શહેરમાં 15 વર્ષ પહેલા બનેલા બ્રિજોની પહેલા તપાસ કરવામાં આવશે. શહેરમાં કુલ 92 બ્રિજ આવેલા છે. જેમાંથી ત્રણ બ્રિજનો ફરીથી લોડ ટેસ્ટ કરવામાં આવશે.
Ahmedabad શહેરમાં 92 બ્રિજ આવેલા છે, 15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા અપાશે
આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે, અમદાવાદમાં અત્યારે 92 પુલ છે. જેમાં વ્હીકલ મોમેન્ટ થાય છે. પણ ગંભીરા બ્રિજની ઘટના પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 વર્ષ પહેલાના બ્રિજની ચેકિંગ કરવામાં આવશે. 2 ભાગમાં એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને એક અઠવાડિયાની અંદર સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ લેવામાં આવશે. દર વર્ષે આમ તો ચેકિંગ કરવામાં આવે છે. એના અનુસંધાને નાના મોટા રીપેરીંગ પણ કરવામાં આવે છે. પરંતુ અત્યારે જે દુઃખદ ઘટના ગંભીરા બ્રિજની બની છે તેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) તમામ બ્રિજનું ચેકઅપ કરી સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પર લઈ લેશે.
અમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજને રીનોવેશન કરીને નવેસરથી કરવામાં આવી રહ્યો છે. શહેરમાં રીપેરીંગ કામ બાકી હોય એવા કોઈ બ્રિજ અત્યારે નથી. ઇન્સ્પેક્શન પછી કોઈ બ્રિજ જર્જરીત મળશે તો એના પર કામગીરી કરવામાં આવશે. શહેરના નદી ઉપરના બ્રિજ જે વધારે જુના હોય અને ઘણા વર્ષો પહેલા બન્યા હોય એના ઉપર લોર્ડ ટેસ્ટ કરવામાં આવશે.
Ahmedabad શહેરમાં કુલ 92 બ્રિજ આવેલ છે. જેમાં AMC હસ્તકના 75 બ્રિજ છે. રેલવે હસ્તક 14, 1 NHAI તેમ જ GIDC હસ્તક 1 બ્રિજ આવેલો છે. લોડ ટેસ્ટમાં બ્રીજના ભાર વાહન ક્ષમતાનો આવે છે. જેમાં નહેરુ બ્રિજ, ગાંધી બ્રીજનો લોડ ટેસ્ટ કરવામાં આવશે. સાબરમતી નદી ઉપર 11 બ્રિજ આવેલા છે. આ ઉપરાંત 25 રેલવે બ્રિજ, 23 રેલવે અંડરપાસ ઉપરાંત બ્રિજ 3 માઇનોર બ્રિજ તથા 7 કેનાલ બોક્સ કલ્વર્ટ આવેલા છે. એક સપ્તાહમાં બ્રિજ અંગે રિપોર્ટ પણ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
