અમિત શાહને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી, ધરપકડ મોકૂફ

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહની સામે સુપ્રીમ કોર્ટે તુલસી પ્રજાપતિ કેસમાં અલગથી એફઆઈઆર દાખલ કરવાની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું છે, અને કહ્યું છે કે, પ્રજાપતિ કેસની એફઆઈઆરને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસની પૂરક એફઆઈઆર જ ગણવી અને એક જ ખટલો ચલાવવો.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહનાં વકીલ રામ જેઠમલાણી છે. રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટમાં એવું જણાવ્યું હતું કે, સીબીઆઈએ જે તુલસીરામ કેસની એફઆઈઆર દાખલ કરી છે તે બદઈરાદાપૂર્વકની છે, તેને પૂરક ગણવી, કેમ કે બંને એન્કાઉન્ટર્સ (તુલસી પ્રજાપતિ, સોહરાબુદ્દીન) એકબીજા સાથે સંકળાયેલા છે, જોકે, સીબીઆઈએ દાવો કર્યો હતો કે બંને એન્કાઉન્ટર અલગ અલગ હતા, પંરતુ જેઠમલાણીની દલીલ સામે સોમવારે સુપ્રીમ કોર્ટે બંને એન્કાઉન્ટર્સ એકબીજા સાથે સંકળાયેલા હોવાનું જણાવી બંને કેસ એકસાથે ચલાવવાનો આદેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
