અમિત શાહે આંતરારષ્ટ્રીય કક્ષના સ્પોર્ટસ કૉમ્પલેક્સનું કર્યુ ખાત મહૂર્ત

ગુજરાતના પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકોસભા વિસ્તારમાં આવતા નારપુરા ખાતે 632 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઑલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનો શિલાન્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમ

ગુજરાતના પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકોસભા વિસ્તારમાં આવતા નારપુરા ખાતે 632 કરોડના ખર્ચે નિર્માણ થનાર ઑલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષનો શિલાન્યાસ કર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં બનાર સરદાર પટેલ સ્પૉટ્સ કોમ્પલેક્સ બનાતા જ ભારત ઓલિમ્પિકની તૈયારીઓ માટે સજ્જ થઇ જશે તેમ ખાત મૂહૂર્ત કરતી વખતે અમિત શાહે જણાવ્યુ હતુ.

AMIT SHAH

અમિત શાહે જણાવ્યુ હતુ કે, મારુ ઘરનું અંતર અંહિથી 100 મીટર જ દૂર છે. મારા જીવનની શરૂઆત જ અંહીથી થઇ હતી. હું પણ આ જગ્યાએ ક્રિકેટ અને કબડી જેવી રમતો રમ્યો છુ. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનતા ગાંધીનગર અને અમદાવાદના નાગરીકો આનંદની લાગણી હશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં બાળકોને શાળાનના પીટીના ક્લાસ મર્જ કરીને વારાફરતી અંહી રમવા માટે લાવામાં આવશે. જેથી બાળકોમાં રમત ગમત પ્રત્યેની રૂચી પણ વધે અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો ગુજરાતમાંથી વધારે બનાવી શકાય.

અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, આજે અમદાવાદમાં આઇપીએલની મેચ રમાવા જઇ રહી છે એક સાથે 1 લાખ કરતા વધારે લોકો બેસીને મેચ જોવાના છે જે વિશ્વ રેકોર્ડ બનવા જઇ રહ્યો છે. જ્યારે બીજી બાજુ નદીના પટમાં સરદાર પટેલ સ્પોટ્સ કોમ્પલેક્સ બનવા જઇ રહ્યુ છે. જે બનતાની સાથે જ અમદાવાદ ઑલિમ્પિકની તૈયારી માટે સજ્જ થઇ જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોટ્સ કોમ્પલેક્સ અન્ય ત્રણ કોમ્પલેક્સ ભેગા થઇને ઑલિમ્પિકની બધી તૈયારીઓ પુરી થઇ જશે.

ગાંધીનગર મતક્ષેત્ર દેશનું સૌથી વિકસિત હશે. આ બેઠક પરથી અટલજી અને અડવાણી લોકોસભામાં મોકલ્યા હતા હવે મને મોકલ્યો છે. 2024 માં ગાંધીનગર મતક્ષેત્ર દેશનું સૌથી વિકસિત મતક્ષેત્રમાં સમાવેશ થશે તેનો વિશ્વાસ આપુ છુ.
આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્સના ખાત મુહૂર્ત સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલસ રમત ગમત મંત્રી હર્ષ સઘવી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X