For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ

કોરોના ગાંધીનગરના વિકાસને ધીમો નહિ પાડી શકેઃ અમીત શાહ

|
Google Oneindia Gujarati News

અમિત શાહે ગાંધીનગરના કેટલાય પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન અમિત શાહે નાગરિકોને કોરોના કાળમાં સાવચેત રહેવાની પણ અપીલ કરી છે. અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો માટે 46 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પમ કર્યું છે.

amit shah

જણાવી દઈએ કે અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે. જ્યાં પહેલાલાલ કૃષ્ણ અડવાણી પોતાની સેવાઓ આપી ચૂક્યા છે હવે અમિત શાહ પોતાના મત વિસ્તારોમાં વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરી દીધું છે.

આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગાંધીનગરના મેયર રીટા બેન, ભુપેન્દ્રભાઈ ચુડાસમા અને અરવિંદભાઈ, માજી ધારાસભ્ય અશોકભાઈ, ગાંધીનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ગૌરેશભાઈ શાહ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, કાઉન્સલર્સ, કલેક્ટર, મ્યૂનિસિપાલ કમિશ્નર અને અન્ય કેટલાય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસર પર અમિત શાહે કહ્યું કે, આજે ગાંધીનગર શહેર જિલ્લામાં 46 કરોડથી વધુ રૂપિયાના 40થી વધુ કામોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમૂહુર્ત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ગાંધીનગર મત ક્ષેત્રે પ્રચંડ બહુમતીથી મને મોદીજીના નેતૃત્વમાં ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો આપ્યો. કોરોનાના કારણે વિકાસની ગતિ ધીમી પડી છે પણ આ કાર્યક્રમથી હું ગાંધીનગરના દરેક નાગરિકોને વિશ્વાસ આપું છું કે આ કોરોના સંકટ પણ ગાંધીનગર ક્ષેત્ર, ગુજરાત અને દેશના વિકાસને ધીરો નહિ કરી શકે.

46 કરોડથી વધુના 40 જેટલા કામોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટના કારણે નાગરિકની સુવિધાઓ મળશે, વહિવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સંવાદ સહેલો બને તે માટેની વ્યવસ્થા કરવામાં આશે, શહેરની સુંદરતા વધે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાાં આવશે. 16 કરોડના ખર્ચે, પેથાપૂર- રૂપાલ- નાડદીપૂરનો રોડ 10 મીટર પહોડો કરવાનો છે.

ગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસુ સત્ર મળશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણયગુજરાત વિધાનસભાનું 5 દિવસનું ચોમાસુ સત્ર મળશે, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

English summary
amit shah Amit Shah inaugurated the Gandhinagar-Ahmedabad projects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X