• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીલેશ્વર ગામ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે તે ગુજરાત માટે ગર્વની વાત: અમિતભાઇ શાહ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ ૨૧૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણ, ભૂમિપૂજન કર્યું હતું. જેમાં ૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર ૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને ૧૭ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવીનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ ૮૫.૬૫ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત 'ચંદ્રશેખર આઝાદ નગર'ના ૨૮૦ આવાસો, એસ.જી.હાઇવે પર તારાપુર ખાતે ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના ૪૯.૮૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના ઇ-લોકાર્પણનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજરોજ વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં ઉપસ્થિત રહેવાના સૌભાગ્ય બાદ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે વરદાયિની માતાના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો તે માટે હું ધન્યતા અનુભવું છું અને દેશની ૧૩૦ કરોડથી વધુ જનતા સુખી, સમૃદ્ધ અને નીરામયી બને તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. એક જમાનો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં રથયાત્રાનો પવિત્ર તહેવાર આવે એટલે નાગરિકોના જીવ પડીકે બંધાતા, હુલ્લડો-રમખાણો થતાં, ભગવાન જગન્નાથજીના રથને હાની પહોંચાડવાના પ્રયાસો થતા.

રાજ્યની મહાન જનતાએ જ્યારે ભાજપાને સુકાન સોંપ્યું ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીથી લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળમાં ભાજપના શાસનમાં રથયાત્રામાં કાંકરીચાળો કરવાની પણ કોઈનામાં હિંમત નથી. ભગવાન શ્રી જગન્નાથજી દર વર્ષે પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે અને ભક્તોનું ઘોડાપૂર તેમના દર્શન કરવા માટે ઊમટે છે.

આ પ્રસંગે અમિતભાઈ શાહે ૫૦ કરોડના ખર્ચે તૈયાર થનાર કલોલ-પાનસર રેલવે ઓવરબ્રિજ, ગાંધીનગર-વાવોલ-છત્રાલ રોડ પર ૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે ઓવરબ્રિજનું તેમજ એસ.જી.હાઈવેથી વિશ્વ ઉમિયાધામના રસ્તાને ૧૭ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાના કાર્યનું ઇ-ખાતમુહૂર્ત, રૂપાલ અને વાસણ ગામે તળાવના નવીનીકરણના કાર્યનું ભૂમિપૂજન તેમજ ૮૫.૬૫ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે નવનિર્મિત 'ચંદ્રશેખર આઝાદ નગર'ના ૨૮૦ આવાસો, એસ.જી.હાઇવે પર તારાપુર ખાતે ૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ છ માર્ગીય ફ્લાયઓવર, ભારત સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટરના ૪૯.૮૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલ નવીન સંકુલના લોકાર્પણ સહિત કુલ રુ.૨૧૦ કરોડથી વધુના વિકાસકાર્યોના કામોનું ઇ-ખાતમુહૂર્ત, ભૂમિપૂજન, ઈ-લોકાર્પણ કર્યું હતું.

અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, રૂપાલમાં નિર્માણ પામનાર નવું તળાવ ગામની ગતિવિધિઓનું કેન્દ્ર બનશે. તળાવ પરિસરમાં મોર્નિંગ વોક, પિકનિક સ્પોટ, બાળકોને રમવાની વ્યવસ્થા, પર્યાપ્ત લાઇટિંગ, યોગ-વ્યાયામની સુવિધા, ફૂડ કોર્ટ તેમજ બોટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે સાથે સાથે તળાવની આસપાસ લાંબુ આયુષ્ય ધરાવતા વૃક્ષો મારફત વનીકરણ પણ કરવામાં આવશે. વાસણ ખાતે નિર્માણ પામનાર તળાવ પણ ગામના લોકો માટે ઘણું ઉપયોગી સાબિત થશે.

અમિત શાહે વધુમા જણાવ્યું હતું કે આદર્શ ગ્રામ યોજના હેઠળ ગાંધીનગરના ત્રણ ગામ દેશમાં એક થી પાંચ ક્રમાંકમાં આવ્યા છે અને તેમાં પણ આપણું બિલેશ્વર ગામ પ્રથમ ક્રમાંકે આવ્યું છે તે ખૂબ આનંદની વાત છે. તેમણે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર અને કલોલમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોમાં પ્રાથમિક નિરીક્ષણ અને પછી ટેસ્ટિંગ ના ચાલી રહેલા કાર્ય તેમજ અમદાવાદ જિલ્લા ડેરીના સહયોગથી ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જરૂરિયાતમંદ સગર્ભાના તેમજ ગર્ભમાં રહેલા બાળકના પોષણ માટે 15 દિવસે મગજના લાડુના વિતરણ સહિતની જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત શ્રી શાહે રૂપાલ ગામની મહિલાઓને સ્વચ્છતા અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા.

અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક જિલ્લામાં ૭૫ તળાવ બનાવવાની પહેલની શરૂઆત કરી છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં નવા ૭૫ તળાવ તેમજ સીએસઆર ફંડથી બીજા ૧૦ તળાવ એમ કુલ ૮૫ નવા તળાવ બનવા જઈ રહ્યા છે જેનાથી ભૂગર્ભ જળ ઊંચું આવશે પર્યાવરણ નું સંવર્ધન થશે પશુ-પક્ષીને રાહત મળશે તેમજ સાથે સાથે પર્યટનને પણ વેગ મળશે.

વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા એકત્રિત કરાયેલી ૧૨૦ કિલો રજતનો ઉપયોગ ધાર્મિક સ્થાનોના વિકાસ માટે કરવાના નિર્ણયને આવકારી અમિતભાઇ શાહે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે રૂપાલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

English summary
Amit Shah inaugurating Rs 210 crore e-Khatmuhurt and e-e in Rupal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X