For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે ટેકનોલોજી આધારિત 4 સેવાઓનું લોકાર્પણ કર્યુ, હવે ઘરે બેઠા થઈ જશે આ કામ!

રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહ વિભાગ દ્વારા નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે અને ટેકનોલોજી આધારિત ચાર નવી સેવાઓ ઉપલબ્ધ કરાવી છે.

amit shah

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરથી ગુજરાત પોલીસના 'સીટીઝન ફર્સ્ટ' એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

બીજી તરફ રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે ૪૦ જીપ અને ૪૦ બાઈક મળી કુલ ૮૦ વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ સિવાય ગુજરાત પોલીસને આપવામાં આવેલા ૧૦,૦૦૦ બોડી વોર્ન કેમેરાનું રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું હતું.

વાહન ચોરી અને મોબાઇલ ચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે e-FIRની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રાજ્યના નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કરવા માટે ગુજરાત પોલીસના 'સીટીઝન ફર્સ્ટ' એપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં e - FIR કરવાની રહેશે. e - FIR નોંધાયાના ૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરશે અને વાહન ચોરી / મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા ૨૧ દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રીપોર્ટ મોકલશે.

આ ઓનલઈન ફરીયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરીયાદીને Email/SMS થી કરવામાં આવશે. સાથે સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરાશે, જેથી ફરીયાદીને તેના વાહન/મોબાઇલ ચોરી અંગેના વીમાનો ક્લેઈમ સરળતાથી મળી શકે. e-FIR ઓનલાઈન સેવા હોવાથી લોકોને પોલીસ સ્ટેશન જઈ ફરીયાદ નોંધાવાની જરૂર નહી રહે. નાગરિકોના સમયનો બચાવ થશે અને ફરીયાદોનો ત્વરીત નિકાલ થશે. આમ, ટેક્નોલોજી આધારિત આ ફેસલેસ વ્યવસ્થાથી નાગરિકોની સુગમતામાં વધારો થશે અને વધુ ઝડપથી અને વધુ પારદર્શી રીતે પોલીસ સેવા લોકો સુધી પહોંચાડી શકાશે.

હાલમાં પણ ઘરઘાટીની નોંધણી, ભાડુઆતની નોંધણી, ગુમ વ્યક્તિની જાણ, અલગ પ્રકારના લાઇસન્સ જેવી અનેક પ્રકારની પોલીસ સેવાઓની ઓનલાઇન કામગીરી માટે ગુજરાત પોલીસના 'સીટીઝન ફર્સ્ટ' એપ અને પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જેમાં વધુ એક સેવા એવી e-FIR નો ઉમેરો થયો છે. e-FIR સેવાનું રાજ્ય કક્ષાના CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સંકલન કરવામાં આવેલ છે. જેથી e-FIR નોંધાય એટલે તેની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે. જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલ વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતાં હોય ત્યારે તે વાહન નંબર CCTV કમાંડ એન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલેશ થશે અને તેના થકી ચોરીનું વાહન અને આરોપીની ઓળખ થઇ શકવાથી ગુનો જલ્દી ઉકેલી શકશે.

English summary
Amit Shah launched 4 technology based services
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X