ગુજરાત ચૂંટણી: અમિત શાહ વિધાનસભાની ચૂંટણી લડશે !

ગત ચૂંટણીમાં મે સરખેજ સીટ પરથી અઢી લાખ વોટના અંતર જીત પ્રાપ્ત કરી હતી. નવા સિમાંકન બાદ આ સીટને વેજલપુર, ઘાટલોડિયા, અને નારણપુરા એમ ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવી છે. હું ત્રણમાંથી કોઇપણ સીટ પરથી સરળતા જીત મેળવી શકું છું. અમિત શાહ ભાજપ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ નેતા છે. તેમના પર હત્યા, અપહરણ અને વસૂલી જેવા આરોપો છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ અમદાવાદ (સીબીસીએ) દ્રારા આયોજીત સંવાદાત સંમેલનમાં અમિત શાહે આ જાહેરાત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે રાજ્યમાં પાર્ટીના ચૂંટણી તંત્રમાં હું ઘણો સક્રિય છું અને હું દરેક સાર્વજનિક ગતિવિધિઓમાં ભાગ લઇશ.
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષના લાંબાગાળા બાદ અમિત શાહ ગુજરાતમાં પરત ફર્યાં છે, હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં તેમને ગુજરાતમાં પ્રવેશવાની પરવાનગી આપી છે. સોહરાબુદ્દીન બનાવટી કેસમાં તેમના જામીન રદ કરવામાં આવે તેવી અરજી સીબીઆઇ દ્રારા કરવામાં આવી હતી પરંતુ કોર્ટે સીબીઆઇની આ અરજીને નકારી કાઢી હતી.












Click it and Unblock the Notifications
