For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ 347 કરોડના ખર્ચે તૈયાર થયેલ પોલિસ વિભાગના 57 બિન રહેણાંક મકાનોનુ 29મેએ કરશે લોકાર્પણ

આગામી 29મે ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કુલ 57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ આગામી 29મે ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્ય પોલિસ વિભાગ માટે ગુજરાત પોલિસ હાઉસીંગ કૉર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ કુલ 57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરાશે તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે. વળી, આ જ દિવસે અમદાવાદના નારણપુરા ખાતે દુનિયાના વિકસીત દેશોમાં જે સ્પોર્ટસ કૉમ્પ્લેક્ષ છે તેવુ અદભૂત અધ્યતન ટેકનોલૉજીથી યુક્ત નિર્માણ થનાર સ્પોર્ટસ કૉમ્પ્લેક્સનુ ખાત મુહુર્ત પણ કરવામાં આવનાર છે.

amit shah

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાહસ્તે ખેડા સહિત રાજ્યના અન્ય 25 જિલ્લાઓ ખાતે તૈયાર થયેલ પોલિસ વિભાગના મકાનોનુ ઈ-લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જિલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યુ કે રાજ્ય પોલિસને સતત વધુ મજબૂત અને વધુ કાર્યક્ષમ બનાવવા રાજ્યની સરકાર છેલ્લા બે દાયકાથી કટિબદ્ધ છે. પોલિસ વિભાગની રોજિંદી કામગીરી માટે જરુરી એવા પોલિસ સ્ટેશન, પોલિસ હેટ ક્વાર્ટર, અલગ-અલગ સ્તરના અધિકારીઓની કચેરીઓ સહિતના પોલિસને લગતા મકાનો અધ્યતન બને અને તેમાં નાગરિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે પોલિસ કર્મચારીઓને ભાડામુક્ત રહેઠાણની સુવિધા મળી રહે તેને રાજ્ય સરકાર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે.

ગુજરાત પોલિસ હાઈસીંગ કોર્પોરેશન દ્વારા રાજ્યના તમામ પોલિસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય અને પોલિસ વિભાગની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવી શકાય તેવા બિનરહેણાંક મકાનો બનાવવા માટે ચોક્કસ એક્શન પ્લાન સાથે કામ કરે છે. જેના ભાગ રુપે ગુજરાત પોલિસ આવાસ નિગમ દ્વારા હાલમાં ગુજરાત પોલિસ માટે ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુક્ત નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક આવાસો તેમજ નવીન પોલિસ સ્ટેશનો મળીને કુલ 57 કામો પૂર્ણ કરાયા છે. વધતા જતા સાયબર ક્રાઈમને રોકવા અને આરોપીઓને ઝડપી સજા થાય તે માટે સૌરાષ્ટ્રના નાગરિકોને સુવિધા પૂરી પાડવા રાજકોટ ખાતે અધ્યતન ટેકનોલૉજીથી સજજ નવુ સાયબર ક્રાઈમ યુનિટ ઉભુ કરવામાં આવ્યુ છે જેમાં ઈન્ટ્રોગેશન રુમમાં વીડિયો કેમેરા સાથે ઓડિયો થેરેપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

English summary
Amit Shah to inaugurate 57 non-residential houses of police department constructed at a cost of Rs 347 crore on May 29
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X