અમરેલીના જેલરની ગાડી સાથે થયો અકસ્માત, 1ની મોત

Subscribe to Oneindia News

રાજુલા નજીક બાલાની વાવ પાસે અમરેલી જેલર ની ગાડીએ એક બાઇક સવાર ને ટક્કર મારતા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થતા સાવરકુંડલા રેન્જ ના નાગેશ્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. અમરેલી જિલ્લાના જેલર અને ગત મોડી રાત્રે રાજુલા ઉના રોડ ઉપર રાજુલાથી 13 કિમિ દૂર ગાડી લઇ જઇ રહ્યા હતા ત્યારે એક બાઇક સવાર સાથે અકસ્માત થતા પોલીસની ગાડી પલ્ટી ખાઇ ગઇ હતી અને બાઇક ચાલક સહિત 5 લોકોને ઇજા થઇ હતી. જેમાં રાજુલાના ખાખબાઈ ગામના બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

police jeep

મળતી માહિતી મુજબ અમરેલી જેલ ના જેલર ધર્મેશ રબારી તથા સ્ટાફના જગદીશ પરમાર,રામભાઇ વાળા અને જયદેવસિંહ ગોહિલ સરકારી ગાડી લઈ દીવ તરફથી આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પ્રવીણભાઈ શંકરદાસ દુધરેજિયા નામના બાઇક ચાલક નું રાજુલા ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું અને જેલર સહિતના સ્ટાફ ને રાજુલાથી મહુવા ખાતે રીફર કરાયા છે.

accident

દીવ તરફથી આવી રહેલી આ સરકારી ગાડી શા માટે દીવ ગયી હતી? અને ગાડીમાં બેઠેલા જેલ કર્મીઓએ નશો કર્યો હતો કે નહીં ? તેવા અનેક સવારો આ ઘટના પછી ઉઠી રહ્યા છે ત્યારે આ ઘટનાની સાવરકુંડલા રેન્જ ના નાગેશ્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે અને નાગેશ્રી પોલીસ મથકના પીએસઆઈ વિક્રમ વસોયા તપાસ ચલાવી રહ્યા છે. હાલ તો આરોપીઓ મહુવા ખાતે સારવાર લઇ રહ્યા હોઇ તેમના બ્લડ સેમ્પની કાર્યવાહી અને પૂછપરછ હાથ ઘરવામાં આવી છે ત્યારે સાવરકુંડલા રેન્જ ના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે જો બ્લડ સેમ્પલ માં આલ્કોહોલ સાબિત થશે તો કલમમાં ઉમેરો કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Amreli jailer jeep met with accident kills one person. Read here more.
Please Wait while comments are loading...