અમૂલના એમડી આર. એસ. સોઢીનું રાજીનામું, જાણો કેમ પદ છોડ્યુ?
મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને અમૂલના એમ ડી આર. એસ. સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડવા કહેવાયુ હતું. હવે તેમની જગ્યાએ જયેન મહેતા મેનેજિંગ ડિયરેક્ટરની જવાબદારી સંભાળશે.
આણંદ : ભારતભરમાં ગુજરાતની ઓળખ બનેલી અમૂલના એમડી પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યુ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન આર.એસ. સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે.

સામે આવી રહેલા સમાચાર અનુસાર, અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટક પદેથી આર. એસ. સોઢીની હકાલપટ્ટી કરાઈ છે અને તેમની જગ્યાએ જયેન મહેતાને જવાબદારી સોંપાઈ છે. અહીં તમને જણાવી દઈએ કે અમૂલમાં સોઢી છેલ્લા 4 દાયકાથી સેવા આપી રહ્યા હતા અને અમૂલને સફળ બનાવવામાં તેમનો મોટો ફાળો છે.
સમાચારો અનુસાર, મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો અને અમૂલના એમ ડી આર. એસ. સોઢીને તાત્કાલિક અસરથી પોતાનો ચાર્જ છોડવા કહેવાયુ હતું. હવે તેમની જગ્યાએ જયેન મહેતા મેનેજિંગ ડિયરેક્ટરની જવાબદારી સંભાળશે.
અહીં તમને જણાવી દઈએ કે, અમૂલ સાથે 36 લાખ ખેડૂતો જોડાયેલા છે. અમૂલ સફળ બનાવવામાં આર.એસ. સોઢીનો મોટો ફાળો છે અને તેમને ઈન્ટરનેશનલ એડવરટાઈઝીંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ પણ અપાયો છે.
આર.એસ.સોઢી છેલ્લા 12 વર્ષથી MD તરીકે કાર્યરત હતા. છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર હતા. હાલમાં તેમણે એમડી પદેથી રાજીનામું આપી દીધું છે. સોઢીએ ચાર્જ સંભાળ્યો ત્યારે જૂન 2010માં અમૂલનું વાર્ષિક ટર્ન ઓવર 8000 કરોડ હતું. જે હાલ વધીને 61000 હજાર કરોડ થઈ ગયું છે.












Click it and Unblock the Notifications
