સિવિલ હોસ્પિટલની કચરાપેટીમાંથી મળ્યું મૃત બાળકનું ભ્રૂણ

Subscribe to Oneindia News

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની સિવિલ હોસ્પીટલમાંથી એક મૃત બાળકનું ભ્રૂણ મળી આવતાં લોકો ચોંકી ગયા હતા. હોસ્પીટલની કચરપેટીમાંથી મળી આવેલા આ ભ્રૂણ અંગે જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

embryo

હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાંથી મૃત બાળકનું ભ્રૂણ મળી આવતાં અનેક સવાલો ઊભા થયા છે. એક સફાઇ કામદારને સફાઇ દરમિયાન લિફ્ટ પાસેના કચરાના ડબ્બામાં ભ્રૂણ દેખાતાં તેણે તાત્કાલિક હોસ્પીટલના તબીબોને જાણ કરી હતી. તબીબોએ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અહીં વાંચો - વડોદરામાં ખેડૂતોનો ગુલાબી વિરોધ, રસ્તા પર વેર્યા ગુલાબ

પોલીસે આ મામલે તપાસ હાથ ધરતાં ભ્રૂણની માતાને શોધવા માટે સીસીટીવી સહિત તમામની ચકાસણી શરૂ કરી છે. હોસ્પીટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓની યાદી પણ ચકાસવામાં આવી રહી છે અને સાથે જ આસપાસના પ્રસૂતિ ગૃહની પણ તપાસ હાથ ધરવામાં આવશે. આ સિવાય પોલીસે સિવિલમાં આવતા-જતા તમામ લોકોની પણ તપાસ હાથ ધરી છે.

English summary
An embryo found in Civil Hospital of Sabarkantha.
Please Wait while comments are loading...