Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જનેતા જ બની જલ્લાદ, નવજાત બાળકીને જમીનમાંથી જીવિત બહાર કઢાઇ

સાબરકાંઠાના ગાંભોયમાં મનવતા મરી પરવારી હોય તેવી ઘટના બની હતી. હિંમતનગર તાલુકાના ગાંભોયની GEB ઓફિસની નજીક આવેલા એક ખેતરમાં નવજાત બાળકીને જીવિત હાલતમાં જ જમીનમાં દાટી દેવામાં આવી હતી.

સાબરકાંઠાના ગાંભોયમાં મનવતા મરી પરવારી હોય તેવી ઘટના બની હતી. હિંમતનગર તાલુકાના ગાંભોયની GEB ઓફિસની નજીક આવેલા એક ખેતરમાં નવજાત બાળકીને જીવિત હાલતમાં જ જમીનમાં દાટી દેવામાં આવી હતી. આ વાતની જાણ લોકોને થતા તેમણે આ બાળકીને બહાર કાઢવામાં આવી હતી.

navjat

હિંમતનગર તાલુકાના ગાંભોયની GEB ઓફિસની બાજુમાં આવેલા હિંતેન્દ્રસિંહના ખેતરમાં કામ કરી રહેલી ખેતમજૂર મહિલા સવારે મજૂરી કરી રહી હતી. આ દરમિયાન તેને જમીનમાં કંઇક હલનચલન જણાતા તેણે બુમાબુમ કરી હતી. જે બાદ લોકોનું ટોળુ જમા થઇ ગયું હતું. જે બાદ આ સ્થળે ખોદતા જીવિત નવજાત બાળકી દટાયેલી હાલતમાં મળી આવી હતી. જે બાદ આ બાળકીને સમયસર સારવાર મળી રહે તે માટે 108 બોલાવવામાં આવી હતી. હાલ આ બાળકી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સમગ્ર ઘટના વિશે ગાંભોય પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બાળકીને જીવિત દાટી દેવાના કારણે તેના માતાપિતા એવા અજાણ્યા દંપતિ સામે લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

સરકાર દ્વારા છોકરીઓ માટે વિવિધ યોજનાઓ અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં છોકરીઓના પોષણથી લઇને શિક્ષણના પરિવહન સુધીનો ખર્ચ સરકાર આપી રહી છે. તેમ છતા કેટલાક ગ્રામિણ વિસ્તારોમાં દીકરી એટલે સાપનો ભારો એવી માન્યતા પ્રવર્તી છે. જેની સામે જનજાગૃતિની જરૂર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X