હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ

ગુજરાતમાં નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વધતા વેચાણને અટકાવવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક અત્યંત મહત્વનો અને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.

સુરતમાં તાજેતરમાં ૧૪૦૦ કિલો પનીરનો જથ્થો ઝડપાયા બાદ લેબોરેટરી રિપોર્ટમાં તે પનીર સબ-સ્ટાન્ડર્ડ હોવાનું અને તેમાં વેજિટેબલ ઓઈલની ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે હવેથી દરેક હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સંચાલકોએ તે અસલી પનીર વાપરે છે કે 'એનાલોગ', તેની વિગત બોર્ડ પર દર્શાવવી પડશે.

જો કોઈ પણ સંચાલક આ નવા નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો આરોગ્ય વિભાગ દ્વારા તેમના લાયસન્સ રદ કરવા સુધીની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

એનાલોગ પનીર એ અસલી ડેરી પ્રોડક્ટ નથી પરંતુ વનસ્પતિ તેલ અને સોયા જેવા પદાર્થોમાંથી બનેલી પનીરની 'કોપી' છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમો મુજબ, એનાલોગ પનીરને ડેરી પ્રોડક્ટ તરીકે વેચી શકાય નહીં અને ગ્રાહકોને તેની જાણ કરવી ફરજિયાત છે.

રાજ્ય સરકારના આ કડક વલણનો મુખ્ય હેતુ ગ્રાહકોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો અને હોટલ સંચાલકો દ્વારા વધુ નફો મેળવવા માટે કરાતી છેતરપિંડીને અટકાવવાનો છે.

આગામી સમયમાં સુરત સહિત રાજ્યભરમાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા તપાસ અભિયાન તેજ કરવામાં આવશે અને શંકાસ્પદ નમૂનાઓ લઈ કસૂરવારો સામે કેસ દાખલ કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X