For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવર્ણો માટે આનંદીબેન જાહેર કર્યું પેકેઝ, હાર્દિકને કર્યો ઓવરટેક

|
Google Oneindia Gujarati News

પટેલ અનામત આંદોલનને રાજ્ય સરકાર પોતાને રીતે દબાવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ જ કારણ છે કે ગુરુવારે, રાજ્ય સરકારે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની હાજીરીમાં બિન અનામત વર્ગ કે સુવર્ણો વર્ગના વિદ્યાર્થીઓ અને બેરોજગારો માટે વૈકલ્પિક યોજનાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ માટે આનંદીબેન અને રાજ્ય સરકારે પૂર્ણ તૈયારીઓ કરીને આવ્યા હતા.

તો બીજી તરફ સુવર્ણોએ પણ આ પેકેજ અંગે ભારે ઉત્સાહ અને ખુશી બતાવી હતી. જો કે આ પેકેજની જાહેરાત બાદ પટેલ અનામત આંદોલનમાં કોઇ ફેરફાર આવે છે કે કેમ તે હવે જોવું પડશે. જો કે આનંદી બેન તો સ્પષ્ટ કહી દીધું છે કે હવે કોઇ આંદોલન ના થવા જોઇએ.

ત્યારે ગાંધીનગર ખાતે આજે યોજાયેલી બેઠકમાં સુવર્ણોને કેવા કેવા ફાયદા આનંદીબેને આપ્યા છે તે વિષે વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે રાજ્ય સરકાર દ્વારા નીકાળવામાં આવેલા આ ખાસ પેકેજ અંગે તમારો શું મંતવ્ય છે તે પણ નીચેના કેમેન્ટ બોક્સમાં અમને જણાવશો. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

સ્વણિમ સંકુલમાં જાહેરાત

સ્વણિમ સંકુલમાં જાહેરાત

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પૂરી તૈયારી સાથે આવી પહોંચ્યા હતા આનંદી બેન. જેમણે આજે સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ અને બેરોજગારો માટે વૈકલ્પિક યોજન રજૂ કરી.

ઇશ્વર મારી સાથે છે- આનંદીબેન

ઇશ્વર મારી સાથે છે- આનંદીબેન

આ પેકેજની જાહેરાત કરતી વખતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન કોઇનું પણ નામ લીધા વગર કહ્યું કે પાછલા બે મહિનાથી આપણે બધા જ પરેશાન હતા. પણ ઇશ્વર મારી સાથે જ. વડાપ્રધાન આપણા માટે જે મોડેલ મૂકીને ગયા છે તેમાં આમ થાય તો ચિંતા તો થાય જ ને!

40 વર્ષોનું કામ 15 વર્ષમાં

40 વર્ષોનું કામ 15 વર્ષમાં

વધુમાં આનંદી કહ્યું કે માહિતીના અભાવે ખોટી ચર્ચા થાય છે જે યોગ્ય નથી. અમે છેલ્લા 40 વર્ષનું કામ છેલ્લા 15 વર્ષમાં કરી બતાવ્યું છે. અને અમે કોઇનું પણ ખોટું નથી કર્યું.

સુવર્ણોનું શું મળ્યું

સુવર્ણોનું શું મળ્યું

ધો 12 સાયન્સમાં 90 ટકા લાવનાર વિદ્યાર્થીને 50 ટકાની ફી સહાય. તો વળી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં મેડિકલ અભ્યાસ માટે 2 લાખની સહાય.

સુવર્ણોનું શું મળ્યું

સુવર્ણોનું શું મળ્યું

ખાનગી કોલેજમાં 75 ટકા બેઠકો મેરિટ પ્રમાણે ભરાશે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીની 60 ટકા ફી ભરવામાં સરકાર કરશે મદદ. તો વળી સેલ્ફ ફાયનાન્સ કોલેજોએ સરકારે નક્કી કરેલી ફોર્મ ફી લેવાની રહેશે.

સુવર્ણોનું શું મળ્યું

સુવર્ણોનું શું મળ્યું

સરકારી નોકરી માટે તમામ કેટેગરીમાં પાંચ વર્ષની વયમર્યાદા વધશે. જિલ્લા સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે ટ્રેનિંગ સેન્ટરો ઊભા કરાશે.

હવે કંઇ ના થવું જોઇએ

હવે કંઇ ના થવું જોઇએ

જો કે પોતાની વાતની અંતે સારા શબ્દોમાં આનંદીબેને સંભળાવી દીધું કે હવે આ પેકેજ જાહેર કર્યા બાદ ગુજરાતમાં કંઇ પણ ના થવું જોઇએ.

ભાજપ કરશે ઉજવણી

ભાજપ કરશે ઉજવણી

સુત્રોથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સાંજે ભાજપ દ્વારા ખોખરા ખાતે આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે.

English summary
Anandiben Patel Gave Special package to open category people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X