• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

૬૮મા સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રી આનંદીબહેનનો પ્રજાજોગ સંદેશ

|

મુખ્યતમંત્રી આનંદીબહેન પટેલે ૬૮માં સ્વા્તંત્ર્ય પર્વની ઉજવણી અવસરે રાજ્યના સૌ નાગરિકોને વિકાસ પ્રક્રિયાનું સાતત્યજ જાળવી એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણનો માર્ગ પ્રશસ્તવ કરવા આહવાન કર્યું છે.

આનંદીબહેન પટેલે ગુજરાતના નાગરિકોને પાઠવેલા પ્રજાજોગ સંદેશમાં ગતિશીલ ગુજરાત લક્ષ્યન -૧૦૦ દિવસના જનહિત કાર્યોનો રોડમેપ ગુજરાતનું સુશાસન મોડલ બનાવવાનો વિશ્વાિસ આપ્યો છે.

મુખ્યતમંત્રીનો સ્વા તંત્ર્ય દિવસ પ્રજાજોગ સંદેશ અક્ષરશઃ આ મુજબ છેઃ-

વન્દે માતરમ્

૬૮મા આઝાદી પર્વની આપ સહુને અનેક અનેક શુભેચ્છાઓ.

આપણે સાડા છ દાયકા કરતાં વધારે સમયથી આઝાદીની આબોહવામાં પ્રગતિ કરી રહયા છીએ.

હિન્દુસ્તાનને સ્વરાજ મળ્યું ૧૯૪૭માં, પણ, આપણા આઝાદીના જંગની ઐતિહાસિક તવારિખ તો, નેવું વર્ષની, લાંબી સંધર્ષયાત્રા રહી છે.

૧૮પ૭માં અંગ્રેજી સલ્તનત સામે, સશસ્ત્ર ક્રાંતિનો, સર્વપ્રથમ સંગ્રામ ખેલ્યો હતો, હિન્દુસ્તાનના દેશભક્ત સેનાના નવજવાનોએ.

મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા અનેક-અનેક પ્રતાપી અને પરાક્રમી પૂર્વજોએ ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુકત કરવા દેશ માટે આહૂતિ આપી હતી.

આઝાદી જંગની તમન્નામાં આટ આટલી જિંદગી ખપાવી દેનારા આ બધા જ, ત્યાગી-તપસ્વી શહીદો અને વીર પૂર્વજોને, આપણે શત શત વંદન કરીએ અને આપણને સ્વરાજ અપાવનારા સૌનો ઋણ સ્વીકાર કરીએ.

હિન્દુસ્તાનના આ ૯૦ વર્ષના સ્વાતંત્ર્ય જંગમાં ગુજરાત અગ્રીમ પંક્તિમાં રહ્યું હતું. એટલે જ, ગુજરાતનું સમાજજીવન અને જાહેરજીવન સંકુચિતવાદથી ઉપર રહ્યું છે.

એકવીસમી સદીમાં પણ ગુજરાતની વિકાસયાત્રાનો મંત્ર રહ્યો છે- ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ.સ્વરાજ પ્રાપ્તિ માટે આપણા પૂર્વજોનું એક જ સપનું હતું-

  • ભારતમાતાને જગતગુરૂ બનાવવાનું.
  • સ્વરાજની પ્રાપ્તિ પછી સુરાજ્યની યાત્રા એ આપણી મંઝીલ હતી.
  • આપણે સ્વરાજ મેળવ્યું-સુરાજ્યનું હજુ સપનુ અધૂરૂં રહ્યુ હતું.
  • ર૧મી સદીના પ્રારંભે તો, ભારતે, વિશ્વ માટે એક આશા પણ જગાવી હતી.

શકિતશાળી, ભારત માટે, સવાસો કરોડ દેશવાસીઓએ, પણ સપના સંજોર્યાં હતા. પણ છેલ્લા નવ-દશ વર્ષમાં, જનતાને નિરાશા સિવાય, કશું જ હાથ નથી લાગ્યું. યુવા પેઢીના અરમાનો રહેંસાઇ ગયા હતા. દેશની આબરૂ જાણે ધુળધાણી થઇ ગઇ હતી.

આવા ઘોર નિરાશાના વાતાવરણમાંથી હવે આજથી ૮૧ દિવસ પહેલાં આપણો દેશ સુરાજ્ય - સુશાસન અને શ્રેષ્ઠતાની દિશામાં ડગ માંડવા લાગ્યો છે.

ગૌરવ તો એ વાતનું છે કે સુરાજ્ય-સુશાસનની યાત્રાનું નેતૃત્વ પણ ગુજરાતનાં એક સપૂત આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું.

જેમ સ્વરાજ્યની લડતમાં ગુજરાત મોખરે હતું તેમ દેશમાં સુરાજ્ય - સુશાસનની સ્થાપનામાં પણ ગુજરાતે જ નેતૃત્વ લીધું છે.

વધુ સંદેશ વાંચો સ્લાઇડરમાં....

ગુજરાતે વર્ષોના વર્ષો જે અનેક અન્યાય સહન કર્યા

ગુજરાતે વર્ષોના વર્ષો જે અનેક અન્યાય સહન કર્યા

ભાઈઓ બહેનો,

ગુજરાતે વર્ષોના વર્ષો જે અનેક અન્યાય સહન કર્યા, રાજ્યની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદા યોજના પૂર્ણ કરવામાં અવરોધો વેઠ્યા તે બધાનો હવે અંત આવી ગયો છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ નર્મદા યોજના ઉપર ગેઈટ મુકવાની મંજુરી સત્તા સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આપી દીધી. આપણે પણ મંજુરી મળતા જ પળનોય વિલંબ કર્યા વિના ઉંચાઈ વધારવાનું ગેઈટ મુકવાનું કામ પૂર જોશમાં શરુ કર્યું છે.ગુજરાતનો આ એક મહત્વનો પ્રાણ પ્રશ્ન ઉકેલવા સાથે બંધના નિર્માણ સ્થળે આકાર પામી રહેલી સરદાર સાહેબની વિરાટત્તમ પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" માટે કેન્દ્રમની નવી સરકારે બજેટમાંથી રકમ ફાળવી છે.કેન્દ્રના રેલ્વે બજેટમાં અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેન તથા સુપર ફાસ્ટ ટ્રેનની પણ ધોષણા થઈ છે અને મેટ્રો રેલ માટે પણ આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના વૈશ્વિક વિકાસની ગતિ પ્રગતિને નવો મોડ આપણને મળ્યો છે. ગુજરાતનો વિકાસ, ગુજરાતનું સુશાસન અને વિકાસયાત્રામાં સૌની ભાગીદારી ઝળહળતા સિતારા સમાન પ્રકાશે છે. ગુજરાતનું સુશાસન મોડેલ દેશનું દિશાદર્શન બન્યુંણ છે.

ગુજરાત મોડલ

ગુજરાત મોડલ

હવે એ ગુજરાત મોડલ ગૌરવભેર દેશ આખામાં અપનાવાઈ રહ્યું છે તેનું શ્રેય અમારા ઉપર અપાર વિશ્વાસ મૂકનારી ગુજરાતની સાડા છ કરોડની જનશક્તિને ફાળે પણ જાય છે. વિકાસની રાજનીતિને વરેલી જનતા જર્નાદનને સમાજશક્તિને કોટિ કોટિ વંદન કરુ છું. ગુજરાતની વિકાસયાત્રામાં જનતાની ભાગીદારી એજ, નવી ઉંચાઈઓ સર કરવામાં, વૈશ્વિક કિર્તિમાન પ્રસ્થાપિત કરવામાં રાજ્ય સરકારને પ્રેરણા પુરી પાડી છે. સાતત્યપૂર્ણ અને ગતિશીલ આ શાસનમાં, ઐતિહાસિક વિકાસ સાથે, સક્ષમ અને પારદર્શી વહિવટ સરકારે આપ્યોઆ છે. ઔઘોગિક, કૃષિ અને સેવાકીય ક્ષેત્રોમાં ૧૦ ટકાની આજુબાજુ લગાતાર વિકાસ દર આપણે જાળવ્યો છે. એનાથી જ સંતુલિત ઝડપી આર્થિક પ્રગતિ કરી છે. ગરીબલક્ષી કાર્યક્રમો, રોજગારી, કૃષિ વિકાસ, શિક્ષણ, આરોગ્યન તેમજ ઔઘોગિક પ્રગતિ સહિતના અનેક ક્ષેત્રોમાં ગુજરાત દેશમાં પ્રથમ રહયું છે. આપણે અપનાવ્યો છે, સર્વાંગીણ પ્રગતિનો માર્ગ. આ માર્ગ છે સર્વસમાવેશક, સર્વસ્પર્શી, સર્વપોષક વિકાસનો.... સૌના સાથ સૌના વિકાસનો..

’ગતિશીલ ગુજરાત’નો લંક્ષ્યાંક

’ગતિશીલ ગુજરાત’નો લંક્ષ્યાંક

ગુજરાતના આ વિકાસમાર્ગને વ્યાપક રીતે રેખાંકિત કરવા હવે આપણે વહિવટી પ્રશ્નોની પૂર્તતા સહિત અનેક કાર્યક્રમો, ઝુંબેશો અને અભિયાનોના જન આંદોલનની કાર્યયોજના અમલમાં મુકી છે. વિકાસ પ્રર્કિયાનું સાતત્ય જાળવીને વિકાસની દિશાને વધુ સુવાસિત કરવી છે. ગુજરાત સ્વચ્છ બનશે તો સ્વસ્થ બનશે, મહિલા સુરક્ષિત હશે તો સમૃદ્ધિનો અહેસાસ થશે - એવા દ્રષ્ટિકોણથી ’ગતિશીલ ગુજરાત’નો લંક્ષ્યાંક આપણે રાખ્યો છે. ’ગતિશીલ ગુજરાતઃ લક્ષ્ય ૧૦૦ દિવસ’ના એજન્ડા સાથે ૧૦૦ દિવસનો જનહિતના કાર્યોનો રોડમેપ નક્કી કરીને લોક કલ્યાણના મહત્વપૂર્ણ ૪૮ મુદ્દાઓનો અસરકારક અમલ કરવો છે. લોકોના મહત્વપૂર્ણ પ્રશ્નો સમસ્યાનું સમાધાન નહિ ઉકેલ નિવારણનો માર્ગ આપણે અપનાવ્યો છે તાલુકા કક્ષાએ ૧૦૦ ’લોક સંવાદસેતુ’ યોજીને પ્રશ્નો સ્થળ પર નિકાલ કર્યા છે. મક્કમ નિર્ધાર અને તેજ ગતિ સાથે આપણે ગુજરાતની વિકાસયાત્રાને નવી ઉચાઈએ પહોચાડવી છે.

ગુજરાતમાં વિકાસનું જન આંદોલન

ગુજરાતમાં વિકાસનું જન આંદોલન

ભાઈઓ બહેનો, આઝાદીની લડતમાં સ્વતંત્રતા પ્રાપ્તિ માટેનું વિરાટ જન આંદોલન જાગેલું. આપણે ગુજરાતમાં વિકાસનું જન આંદોલન જગાવ્યું છે. ગુજરાતને કુપોષણથી મુક્ત કરવા પણ એવું જ સમાજસેવા અભિયાન ઉપાડયું છે. ગુજરાત જેવા દુનિયાની નજરે વિકસીત રાજ્યનું બાળક, કૂપોષણથી પીડાતું હોય તે આપણને પાલવે જ નહી. સમૃધ્ધ રાજ્ય - સક્ષમ રાષ્ટ્રના નિર્માણની આધારશીલા એવાં આ બાળકોને, આંગણવાડીના અતિ કૂપોષિત ભૂલકાંઓને પોષણ ક્ષમ આહાર આપવાની મૂહિમ સમાજ સહયોગથી આપણે ચલાવી છે. "ફૂલ નહી ફ્રૂટ"નો વિચાર અપનાવી જાહેર કાર્યક્રમોમાં સ્વાગત સન્માનમાં ફૂલહારના સ્થાને સુખડી, મગ, ફળફળાદિ, કઠોળ જેવા પોષણયુક્ત ખાદ્યાન્ન સ્વીકારવાનો અને તે તુરત જ આંગણવાડીના કૂપોષિત બાળકો માટે ભેટ આપવાનો નવો માર્ગ આપણે કંડાર્યો છે. મને આજે ૬૮માં આઝાદીપર્વના અવસરે આપને કહેતા આનંદ થાય છે કે, કૂપોષણ મૂક્ત ગુજરાતના સંકલ્પને પાર પાડવામાં સમાજના સૌ વર્ગો- પ્રત્યેક ગુજરાતીનો સહયોગ અને અદમ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

મહિલા સશક્તિકરણની

મહિલા સશક્તિકરણની

કેટલાક શ્રેષ્ઠીઓ - દાતાઓ આંગણવાડીઓ દત્તક લઈને બાળકોની સંપૂર્ણ કાળજીની જવાબદારી નિભાવવા આગળ આવ્યા છે. મહિલા સશક્તિકરણની ગુજરાતની આપણી એક આગવી પહેલ એ છે કે આપણે ૨૦૧૪-૧૫ના અંદાજપત્ર સાથે એક નવતર પ્રયોગ ’જેન્ડર બજેટ’ દ્વારા કર્યો છે. મહિલાઓ અને કન્યાઓની વિશેષ જરુરીયાતોને અનુલક્ષીને શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણને લગતી યોજનાઓ માટે રાજ્ય સરકારે રુપિયા ૧,૮૮૦ કરોડની માતબર જોગવાઈ કરી છે. પાણી વિતરણ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભાગીદારી અને સક્રીયતા વધે તે હેતુથી આવી પાણી સમિતીની બહેનોને આપણે તાજેતરમાં જ ૨૭ કરોડ રુપિયાનું પ્રોત્સાહક અનુદાન આપીને તેનું ગૌરવ કર્યું છે. માત્ર પાણી વિતરણ જ નહી, પણ પશુપાલન ક્ષેત્રે મહિલાઓનું યોગદાન નોંધપાત્ર છે, મહિલા સંચાલિત દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓની સંખ્યા બમણી કરીને મહિલા પશુ પાલકોને ખાસ પ્રોત્સાહન આપવા છે. મહિલા સંચાલિત દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓને દૂધ ઘર માટે ૩૦૦ચોરસ વાર જમીનની ફાળવણી અને દૂધ મંડળીના મકાન બાંધકામ માટે સહાય આપી મહિલા પશુપાલકોનુ સશક્તિકરણ કરવું છે.

તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન

તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન

ભાઈઓ, બહેનો. ભારત સરકારની ઉચ્ચહ સેવાઓની ભરતી માટેની યુ.પી.એસ.સી. પ્રિલીમીનરી પરીક્ષા પાસ કરનારી કોઇ પણ જ્ઞાતિની રૂ. ૬ લાખથી ઓછી આવક ધરાવતી કુટુંબની દિકરીને રૂ. ૬૦ હજાર અને મુખ્યપ પરીક્ષા પાસ કરે તો રૂ. ૩૦ હજારની સહાય અપાશે. ધોરણ-૧ર પછીના અભ્યાસક્રમો માટે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે મુખ્યઅમંત્રી શિષ્યાવૃતિ યોજનામાં રૂ. ૧૦૦ કરોડ આ વર્ષના બજેટમાં જાહેર કર્યા છે. આજે પણ ગામડાઓમાં ઘર શૌચાલયોના અભાવે બહેનો - માતા- દિકરીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવા વારો આવે છે. આપણી બહેનોને આવી સમસ્યામઓનો ભોગ બનવું ન પડે માટે આ પીડાદાયક સ્થિતિને દુર કરવા આપણે ઘર શૌચાલય નિર્માણનુ અભિયાન ઉપાડીએ. વર્ષ ૨૦૧૯માં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ આપણે ઉજવવાના છીએ, ત્યારે ગાંધીજીના સ્વચ્છતા સફાઈના આંદોલનને વ્યાપક સ્વરુપ આપવાનો નિર્ધાર કર્યો છે. આગામી ત્રણ વર્ષમાં રાજ્યનું એક પણ ઘર શૌચાલય વિનાનું ન રહે તેવો આપણો સંકલ્પ છે. શૌચાલય નિર્માણમાં સૌ સમાજવર્ગોની શક્તિને કામે લગાડીએ. આપણો નિર્ધાર છે કે સન્માન - ગૌરવ આપી નારી શક્તિને વિકાસની પ્રક્રિયામાં સમાન ભાગીદાર અને પહેરેદાર બનાવવી છે. પોલીસતંત્રમાં તમામ કેડરની ભરતીમાં ૩૩ ટકા મહિલાઓ માટે આરક્ષિત રાખવાની ગુજરાતની આપણી પહેલ રક્ષાશક્તિમાં નારીશક્તિના દાયિત્વને પ્રેરિત કરશે. મહિલા શક્તિના સામર્થ્યને સમાજ જાણે-પિછાણે તેવા હેતુ સાથે મહિલા સશક્તિકરણ પખવાડીયું આપણે રાજ્યભરમાં ઉજવ્યું.

મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ૫૦ લાખ ઘરોનું નિર્માણ કરવાનો સંકલ્પ

મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ૫૦ લાખ ઘરોનું નિર્માણ કરવાનો સંકલ્પ

બહેનોએ બનાવેલી રાખડીઓના રાખી મેળાનું આયોજન સફળતાથી પાર પાડ્યુ હવે, નવરાત્રિ - દિવાળીમાં પણ આવા વિશેષ મેળાઓથી ઉત્પાસદકો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓને માર્કેટ આપવું છે. આ સરકાર નોંધારાનો આધાર બનીને તેની પડખે ઉભી રહેવાની છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝુપડપટ્ટીમાં વસતા ગરીબોને પોતાનું પાકું- સગવડતા ભર્યું મકાન મળે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરી છે. રાજ્ય સરકારે ગરીબો માટે મુખ્યમંત્રી ગૃહ યોજનામાં ૫૦ લાખ ઘરોનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે. ભાઈઓ બહેનો, પ્રત્યેક વિકાસ યોજનાના કેન્દ્રબિંદુમાં છેવાડાનો માનવી જ લાભાર્થી છે. નબળા વર્ગોની વિશેષ માવજત અને વિકાસની આપણે જોગવાઈ કરી છે અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાતજાતિઓના શૈક્ષણિક હેતુની અભિવૃધ્ધિ માટે વિશેષ દરકાર લીધી છે. અને તેમના સર્વાંગી વિકાસ માટે બજેટમાં ૨૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા્ છે. જે ગામમાં માધ્યમિક શાળા ન હોય તો દીકરીઓનું શિક્ષણ પ્રાથમિક કક્ષાએ જ ન અટકી જાય તે હેતુથી ગામની બહારની શાળામાં ધોરણ - ૯માં ભણતી હોય તેવી તમામ વિદ્યાર્થીનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા નો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આજે ઉચ્ચઓ શિક્ષણની ૬૩ જેટલી દેશ વિદેશની પ્રતિષ્ઠિવત યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રો રાજ્યના યુવાધનના જ્ઞાન કૌશલ્યને નિખાર આપી રહી છે.રાજ્યના દરેક જિલ્લામાં એક સરકારી ઈજનેરી કોલેજ અને સરકારી પોલીટેકનીક સ્થાપવાની દિશામાં સરકારે સફળતા હાંસલ કરી છે. કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા શિક્ષણ સુધારણા યજ્ઞની ફલશ્રુતિરૂપે શિક્ષણની દિશા અને દશા બેય સુધાર્યા છે.

ગુજરાતની આવી અનેક પહેલ આજે દેશનું કેન્દ્રબિંદુ

ગુજરાતની આવી અનેક પહેલ આજે દેશનું કેન્દ્રબિંદુ

એક નવિન સેવાલક્ષી સંવેદનશીલતા દર્શાવતા આપણા વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વર્ગ-૪ના કર્મયોગી અને ડ્રાયવરભાઈઓની દિકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સ્વાસ્થ્ય સારવાર માટે પોતાની વ્યક્તિગત મૂડી - બચતમાંથી ૨૧ લાખ રુપિયાનુ દાન નમો ટ્રસ્ટ માટે આપ્યું છે. શિક્ષણની જ્યોત સદાય ઝળહળતી રાખવાની ગુજરાતની આવી અનેક પહેલ આજે દેશનું કેન્દ્રબિંદુ બની છે. મુખ્યમંત્રી અમૃતમૂ યોજના... માં દરિદ્રનારાયણની સંજીવની બની છે. હવે આ યોજનામાં તમામ મધ્યમ વર્ગીય પરિવારો ૧.૨૦ લાખ થી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારોની મહિલાઓ અને ૨૧ વર્ષ સુધીની ઉંમરના સંતાનોને આવરી લેવાનો નિર્ધાર છે. કૃષિશક્તિને બળ આપવા કૃષિ અને સંલગ્ન પ્રવૃતિઓ માટે રુા.૪૬૨૪ કરોડની જોગવાઈ કરીને આ વર્ષને ’કૃષિવિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનો આપણે સંકલ્પ કર્યો છે. દરેક ગામના સૌથી વધુ ગરીબ ખેડૂતોને કૃષિ ઉત્પાદન વધારવા માટે વિના મૂલ્યે કૃષિ કીટ આપવી છે. કૃષિ ઉત્પાદનો અને પાકના સંરક્ષણ અને સંગ્રહ માટે ગોડાઉનની સુવિધા વધારવી છે.

આનંદીબેન પટેલનો સંદેશ...

આનંદીબેન પટેલનો સંદેશ...

બાગાયત વૃધ્ધિ અને વિકાસ માટે કૃષિ મેળાઓનું આયોજન નિયમિત રીતે થઈ રહ્યું છે. કૃષિ શિક્ષણ,સંશોધન અને વિસ્તરણ માટે પણ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યના પશુઓને પશુ દવાખાનાઓમાં મફત સારવાર મળી રહે તે માટે ’મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના અમલમાં મુકી છે. આપણે કચ્છ-કાઠીયાવાડના અર્થતંત્રમાં જળવ્યવસ્થાપનથી નવો પ્રાણ પૂર્યો છે. સૌની યોજનાથી તો સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી છલકતા થઇ જશે. નર્મદા યોજનાની પાઈપલાઈનોથી ગામડા અને શહેરોને નર્મદાનું પીવાનું પાણી પહોંચાડી દીધું છે. કેનાલના કામોનું નેટવર્ક નિર્ધારિત ધોરણે ઝડપભેર ચાલી જ રહયું છે. ગુજરાતના પ્રત્યેક ગામમાં વિકાસના દિવા ઝળહળે છે. આવનારા દિવસોમાં દરિયાઇ વિસ્તારમાં નવી જાહોજલાલી આવવાની છે. ૧૬૦૦ કી.મી.નો દરિયાકાંઠો વિકાસથી ગાજતો થઇ ગયો છે.

આનંદીબેન પટેલનો સંદેશ...

આનંદીબેન પટેલનો સંદેશ...

ગુજરાતમાં સાર્વત્રિક વિકાસની અનુભૂતિ સૌને થઇ રહી છે. સૌના સાથ સૌના વિકાસનો મંત્ર જન-જનના મન-મનમાં આજે ગૂંજતો થયો છે.

સમગ્ર દેશવાસીઓએ ગુજરાતના આ વિકાસ મોડેલને વધાવી લીધું છે.

સ્પષ્ટનિતી, શ્રેષ્ઠ અમલીકરણ અને સામાજીક ક્ષેત્રને મહત્તમ લાભનો ત્રિવેણી સંગમ રંગ લાવ્યો છે. ભ્રષ્ટાચારમુક્ત પારદર્શક વહિવટ, નાણાંકીય શિસ્ત અને સુવ્યવસ્થાના કારણે ગુજરાત ઝડપભેર વિકાસ કરી રહ્યુ છે.

આનંદીબેન પટેલનો સંદેશ...

આનંદીબેન પટેલનો સંદેશ...

ભાઈઓ- બહેનો, પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરિ છે. આપણે લોકશાહી માર્ગે પરિવર્તનનો સંકલ્પ પૂર્ણ કરીને હવે પ્રજા -પ્રશાસન સાથે સંવાદ - સૌહાર્દનો સેતુ અપનાવ્યો છે. જનતા જર્નાદને તૃષ્ટિકરણ અને વોટબેન્કની રાજનીતિના રાજકારણને તિલાંજલી આપી દીધી છે. નિતનવા કૌંભાડો અને ભ્રષ્ટાચારથી ખદબદતી ભારતભૂમિને શુધ્ધ કરવાનો નાગરિક કર્તવ્ય ધર્મ સવાસો કરોડ દેશવાસીઓએ સત્તાધ પરિવર્તન કરાવી અદા કર્યો છે. આ પણ દેશભક્તિનો જ એક માર્ગ છે.

આનંદીબેન પટેલનો સંદેશ...

આનંદીબેન પટેલનો સંદેશ...

આપણે ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરાવીને ભારત ભક્તિનો માર્ગ પ્રશસ્ત કરવો છે. આવો, સ્વરાજ્ય થી સુરાજ્ય સુશાસનની યાત્રાનો સુરેખપથ કંડારીએ. એક ભારત -શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવાનો ૬૮માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે સંકલ્પ કરીએ. વિકાસના જન આંદોલનને આગળ ધપાવીએ. સૌને આઝાદી પર્વની ફરીવાર શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત,

વંદેમાતરમૂ,

ભારત માતાકી જય.

English summary
Gujarat chief Minister Anandiben Patel's message on 68th Independence day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more