For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરકાંઠાના ઐતિહાસિક ભાંખરીયા તળાવની દુર્દશા જોઈ લોકોમાં રોષ

સાબરકાંઠાના ઐતિહાસિક ભાંખરીયા તળાવની દુર્દશા જોઈ લોકોમાં રોષ

|
Google Oneindia Gujarati News

સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરીને તળાવો ખોદાવીને ઊંડા કરાવવામાં આવે છે ત્યારે સાબરકાંઠાના લોક પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આખા ગામનો ગંદો કચરો ઠાલવી દેવામાં આવતાં લોકો રોષે ભરાયા છે. ઐતિહાસિક ભાંખરીયા તળાવમાં ગામનો કચરો ઠાલવવામાં આવતાં વિવિધ સંગઠનો મેદાને ઉતરી ગયા છે. દરરોજ સેંકડો ટન કચરો આ તળાવમાં ફેંકવામાં આવતાં ભાંખરીયા તળાવના અસ્તિત્વ પર ખતરો પેદા થયો છે.

Recommended Video

સાબરકાંઠા : ભાંખરીયા તળાવની દુર્દશા જોઇને વિવિધ સંગઠનો મેદાનમાં

bhakhariya lake

નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તળાવ ખાલી જ રહે છે ત્યારે આ ખાલી તળાવ બાબતે કોઈપણ રાજકીય પક્ષ, રાજનેતા, તંત્ર દ્વારા રજૂઆતો માત્ર પણ કરવામાં નથી આવી.

પ્રાંતિજના ઐતિહાસિક તળાવ પર નજર કરીએ તો પ્રાંતિજની રાજધાનીની સ્થાપના સંવત 1515માં ભાખરેજી રાવ નામના રાજા દ્વારા કરવામાં આવી હતી. અને સંવત 1532માં રાવ ભાખરજીએ પ્રાંતિજમાં એક તળાવ ખોદાવ્યું હતું, અને તે તળાવનું નામ પણ ભાખરજીના નામ પરથી ભાખરીયા તળાવ તરીકે પ્રખ્યાત છે, અત્યારે આ તળાવના અસ્તિત્વ પર ખતરો મંડરાયો છે.

જાણે પ્રાંતિજ નગરપાલિકા આ ઐતિહાસિક ભાંખરીયા તળાવનું નામોનિશાન મિટાવવા માંગતું હોય તેમ આખા ગામનો ગંદો કચરો આ તળાવમાં ઠાલવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અડધું જાજું તળાવ તો ગંદા કચરાથી ભરી દીધું છે. જો કે અવારનવાર ગામજનો અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા ખેડૂતો દ્વારા તળાવમાં પાણી ભરવાની વ્યવસ્થા ગોઠવવાની રજૂઆતો કરવામાં આવતી હોય છે, આમ કરવાથી ગામની સાથે જ આસપાસના વિસ્તારોના ખેડૂતોને પિયત માટેનું પાણી મળી રહે તેમ છે છતાં તંત્રના કાન સુધી તેમનો અવાજ નથી પહોંચી રહ્યો.

ત્યારે આ ભાંખરીયા તળાવની સફાઈ કરી તેમાં પાણી ભરવામાં આવે અને તલાવની જાળવણી કરવામાં આવે તેવી કેટલાક સંગઠનોએ માંગ ઉઠાવી છે. વિવિધ સંગઠનો અને નગરજનોએ ભાંખરીયા તળાવની સ્થળ મુલાકાત લીધા બાદ તળાવની દુર્દશા જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું.

તંત્ર જાણે મુંગું-બહેરું થઈ ગયું હોય તેમ અનેક રજૂઆતો કરવા છતાં પણ નાગરિકોની એક વાત સાંભળી નથી રહ્યું ત્યારે કરણી સેના, રાજપૂત ગ્રુપ સહિતના સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે અને જલદીમાં જલદી આ ભાંખરીયા તળાવને સ્વચ્છ કરી તેની જાળવણી કરવાની રજૂઆત કરવામાં આવે છે. શું તંત્ર પાસે ઐતિહાસિક તળાવોની સારસંભાળ માટે કોઈપણ પ્રકારનું આયોજન નહીં હોય?

English summary
Anger among the people seeing the plight of the historic Bhankhariya lake of Sabarkantha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X