For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોટલ માલિકોને રજીસ્ટર મેન્ટેન કરવા બનાસકાંઠા કલેક્ટરનું જાહેરનામું!

જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં આતંકી કે ગેરકાનુની પ્રવૃતિ થતી અટકાવી શકાય તેમજ સ્વાતંત્ર્ય પર્વ પહેલાં આતંકી હૂમલાના એલર્ટને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લાના શહેરી તેમજ અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં આતંકી કે ગેરકાનુની પ્રવૃતિ થતી અટકાવી શકાય તેમજ સ્વાતંત્ર્ય પર્વ પહેલાં આતંકી હૂમલાના એલર્ટને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાવા બાબતેની તમામ માહિતી સંગ્રહ કરી રાખવાની થાય છે.

Banaskantha Collector

ગેસ્ટ હાઉસ, હોટલના માલિકોએ નિયમોનું પાલન કરવા તેમજ હોટલ ગેસ્ટ હાઉસ વિશીના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK સોફટવેરમાં માહિતી ઈન્સ્ટોલ કરાવી લેવાની રહેશે. આ અંગે ગેસ્ટ હાઉસ/ હોટલના માલિકોએ રજીસ્ટર નિભાવી નિયમોનું પાલન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

જિલ્લા કલેક્ટર આનંદ પટેલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર તેમજ અંતરીયાળ વિસ્તારોમાં આવેલ ગેસ્ટ હાઉસ હોટલના માલિકોએ પથિક સોફટવેર ઈન્સ્ટોલ કરાવી તેનું પાલન કરવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે.

English summary
Announcement of Banaskantha Collector to maintain register to hotel owners!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X