ગાંધીનગર નજીકથી ISIS સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદીઓની ATS દ્વારા ધરપકડ કરાઈ
અમદાવાદ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા ગાંધીનગરના અડાલજ નજીકથી ISIS સાથે કથિત રીતે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ એક મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ ડૉ. અહેમદ મોહિઉદ્દીન સૈયદ (અબ્દુલ ખાદર જીલાનીના પુત્ર), મોહમ્મદ સુહેલ (મોહમ્મદ સુલેમાનના પુત્ર) અને આઝાદ (સુલેમાન સૈફીના પુત્ર) તરીકે થઈ છે. તેમાંથી બે ઉત્તર પ્રદેશના અને એક આંધ્ર પ્રદેશનો રહેવાસી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ શંકાસ્પદ વ્યક્તિઓ છેલ્લા કેટલાક મહિનાઓથી ATSની નજર હેઠળ હતા. રાજસ્થાનના હનુમાનગઢમાં શસ્ત્રોની આપ-લેમાં સામેલ હોવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ATS અનુસાર, આરોપીઓ ભારતમાં વિવિધ સ્થળોએ આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા અને દિલ્હી, લખનઉ અને અમદાવાદ જેવા શહેરોમાં રેકી પણ કરી હતી.
એક ATS એ માહિતી આપતા કહ્યું કે, મુખ્ય આરોપી ડૉ. અહેમદે ચીનમાંથી MBBSની ડિગ્રી મેળવી હતી અને તે ઘણી ભાષાઓમાં પારંગત હતો. તે સોશિયલ મીડિયા દ્વારા વિદેશી સંગઠનોના સંપર્કમાં હતો, જેના દ્વારા સંભવિત આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવામાં આવતું હતું. આરોપીના ફોનના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે તે રાસાયણિક હથિયારો બનાવવામાં પણ સામેલ હતો.
આ કાર્યવાહી દરમિયાન, ATS એ આરોપીઓ પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ, ૩૦ જીવતા કારતુસ અને ૪ લિટર એરંડીયું તેલ જપ્ત કર્યું છે.












Click it and Unblock the Notifications
