Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગાંધીનગર વયની સાથે વિકાસ ઉપરાંત વિસ્તારની દ્રષ્ટિએ પણ વિશાળ બન્યું છે

સ્માર્ટ સિટીના સંકલ્પ સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગર રાજ્યનાં અન્ય શહેરો માટે રાહબર બનવા સાથે આજે રચનાનાં ૫૭ વર્ષ પુર્ણ કરીને ૫૮મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. બહુઆયામી વિકાસની દિશામાં રાજ્ય સરકારે દાખવેલા દુરંદેશીપુર્ણ આ

સ્માર્ટ સિટીના સંકલ્પ સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગર રાજ્યનાં અન્ય શહેરો માટે રાહબર બનવા સાથે આજે રચનાનાં ૫૭ વર્ષ પુર્ણ કરીને ૫૮મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. બહુઆયામી વિકાસની દિશામાં રાજ્ય સરકારે દાખવેલા દુરંદેશીપુર્ણ આયોજન થકી આપણું ગાંધીનગર સફળતાનાં નવા સોપાન સર કરી રહ્યુ છે.ગાંઘીનગર જિલ્લો વિકાસની આ કૂચમાં અગ્રેસર તો છે જ પણ, વિકાસની સાથોસાથ વિવિધ ક્ષેત્રોમાં પણ સિમાચિન્હો અંકિત કરી રહ્યુ છે અને રાજ્યને વિકાસનું નેતૃત્વ પુરુ પાડી રહ્યું છે.

GANDHINAGAR

ગાંધીનગર આજે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ બન્યું છે. શરુઆતમાં ૨૮ અને ૨૯ એમ માત્ર બે સેક્ટરોથી જાણીતું ગાંઘીનગર આજે ૧ થી ૩૦ સેક્ટરો અને 'ક' થી 'જ' નાં માર્ગો કે, ૧ થી ૭ સર્કલો પૂરતું સિમીત નથી રહ્યું. આજે ગાંધીનગમાં આસપાસનાં ઘણાં ગામોનો સમાવેશ થયો છે. છેલ્લે તા. ૧૮/૬/૨૦૨૦ના રોજ ૧૮ ગ્રામપંચાયતો; રાંઘેજા, કોલવડા, વાવોલ, પોર, અંબાપુર, ભાટ, કોબા, અમિયાપુર, સુઘડ, ખોરજ, નભોઇ, કોટેશ્વર અને ઝુંડાલ ઉપરાંત ગાંધીનગરમાં ભળી ગયેલા સરગાસણ, કુડાસણ, રાંદેસણ અને વાસણા હડમતિયા તથા એક નગરપાલિકા - પેથાપુરનો સમાવેશ ગાંધીનગર મહાનગરમાં કરી લેવાતાં આજે ગાંધીનગરનો વ્યાપ વધ્યો છે.

"ગાંધીનગરનો ભુતકાળ ભવ્ય છે. વર્તમાન વિકાસશીલ છે અને ભવિષ્ય ઉજ્જવળ છે. ભુતકાળની જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે, વર્ષ ૧૯૬૪માં અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી અલગ કરીને ગાંધીનગરની રચના કરવામાં આવી. ગાંધીનગરનું નિર્માણ ફ્રેન્ચ આર્કિટેક્ટ લા-કાર્બુઝિયર દ્વારા પંજાબના ચંદીગઢની પેટર્ન મુજબ ૩૦ સેકટરોમાં કરવામાં આવી. સંપુર્ણ ભારતમાં ચંદીગઢ પછી આયોજનબદ્ધ શહેર તરીકે બીજું ગાંધીનગર જાણીતું છે.

વર્ષ - ૧૯૭૧માં હિતેન્દ્રભાઈ દેસાઇના મુખ્યમંત્રીપદ હેઠળ ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવ્યુ. આ સમયથી જ ગાંધીનગરને શ્રેષ્ઠ બનાવવની સાથે સુરક્ષિત અને સવલતસભર બનાવવાની સકારની નેમ હતી. વર્તમાન સમયમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનાં સમર્થ નેતૃત્વમાં જિલ્લાએ શાંતિ, સ્થિરતા અને એકતા સાથેના સર્વાંગી વિકાસનો સંગમ રચ્યો છે. જનભાગીદારી સાથે જિલ્લાએ ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય, ઉધોગો, ઉર્જા, કૃષિ, માર્ગ વિકાસ, પાણી પુરવઠો, રોજગારી, મહિલા-બાળ વિકાસ તથા વંચિતોના વિકાસની દિશામાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થાઓની વાત કરવામાં આવે તો આજે ગાંધીનગર જિલ્લો વિકાસનું શ્રેષ્ઠ મોડલ બન્યો છે. પી.ડી.પી.યુ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ડી.આઈ.સી.ટી, એન.આઈ.ડી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી,સ્પોર્ટ્સ યુનિવર્સિટી, આઈ.આઈ.ટી, ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટેલ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ થકી ગાંધીનગરને શૈક્ષણિક નગરી તરીકેની નવી ઓળખ મળી છે. ગાંધીનગર આજે વૈશ્વિક કક્ષાની શિક્ષણ સુવિધાઓ, યુનિવર્સિટીઓ થકી વિદ્યાધામ બની દેશ વિદેશનાં વિધાર્થીઓને આકર્ષી રહ્યું છે. વિશ્વનાં શ્રેષ્ઠ શહેરોની બરાબરી કરી શકે તેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટસ જિલ્લામાં આકારીત થઈ રહ્યા છે. મહાત્મા મંદિર અને ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી ગાંધીનગરની નવી ઓળખ બની ગયા છે. આપણા આવા હરિયાળા, સુવિકસિત, સુરક્ષિત અને પોતિકા ગાંધીનગરના ૫૮મા સ્થાપના દિવસે સૌ ગાંધીનગરાઓને વધામણી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X