છોટાઉદેપુર : મહેંદી લગાવેલા હાથે યુવતીએ પ્રેમ જોડે કર્યો આપઘાત

Subscribe to Oneindia News

પ્રેમીયુગલો સાથે જીવવાના સમણાં જોતા હોય છે પરંતુ કોઈક કારણસર તેઓ જ્યારે સાથે નહીં રહી શકે અથવા તો એવા સંજોગો નથી હોતા ત્યારે મોતને ભેટતા પણ અચકાતા નથી. જો કે પ્રેમી યુવકોએ પણ આપઘાતને છેલ્લો રસ્તો માનવો ના જોઇએ. તેમ છતાં આવી જ ઘટના છોટા ઉદેપુરમાં બની હતી. છોટાઉદેપુરના નસવાડી નજીકના તોરણિયા ગામમાં. છોટાઉદેપુરના જાણીતા શહેર બોડેલીના તોરણિયા ગામમાં એક યુવતીએ તેના પ્રેમી સાથે ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે બંનેની લાશ ઉતારવામાં આવી તો જોવા મળ્યું હતું કે યુવતીના હાથ મહેંદી રગ્યા હતાં અને તેણે હાથમા સુહાગણની જેમ જ બંગડીઓ પણ પહેરી હતી.

Gujarat

સ્થાનિકોના જણાવ્યા મુજબ છોટાઉદેપુરમાં એક યુવક અને યુવક એકબીજાને પ્રેમ કરતાં હતાં. યુવતીના પિતાએ એના લગ્ન બીજે ગોઠવી દીધા હતા. અને આ યુવતીના લગ્ન હતા. તેની જાન કાલે આવવાની હતી. જોકે મૂંઝાઈ ગયેલી યુવતીએ ઘરેથી નાસી જઇને તેના પ્રેમી સાથે આપઘાત કરી લીધો હતો.  ઘરમા લગ્નનો માહોલ માતમમા ફેરવાઈ ગયો હતો. ખેતરના એક ઝાડ પર કોઈ સ્થાનિકે આ લોકોને ગળેફાંસો ખાધેલી હાલતમા જોતા પોલીસને જાણ કરી હતી. અને પોલીસના આવ્યા બાદ બંને લાશ ઝાડ પરથી ઉતારવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરીને આગળ કામગીરી વધારી છે.

Chhota Udepur

English summary
Chhota udaipur love birds do suicide after girls parents try to marry her elsewhereachhota udaipur love birds do suicide after girls parents try to marry her elsewhere.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.