બનાસકાંઠા જિલ્લામાં 287 વિદ્યા સહાયકોને નિમણૂંક ઓર્ડર એનાયત કરાયા!
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયક શિક્ષકોને સ્થળ પસંદગી કેમ્પનું આયોજન પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 માં વિદ્યા સહાયક શિક્ષકોને સ્થળ પસંદગી કેમ્પનું આયોજન પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 287 જેટલા નવિન શિક્ષકોને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.

એસએમસી ચેરમેન માંગીલાલ પટેલ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ ઘટક સંઘના પ્રમુખ અને મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષકોની પારદર્શક પદ્ધતિથી સ્થળની પસંદગી કરી જિલ્લામાં કુલ 287 વિદ્યાસહાયક શિક્ષકોને નિમણૂંક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 1 થી 5 નિમ્ન પ્રાથમિકમાં 135 તેમજ ધોરણ છ થી આઠમાં ભાષાના 45 શિક્ષકો ગણિત અને વિજ્ઞાનના 75 વિદ્યાસહાયક શિક્ષકો અને સામાજિક વિજ્ઞાનના 32 એમ મળી કુલ 287 શિક્ષકોને વિદ્યા સહાયકના નિમણૂંક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
