For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Aravalli Road Accident : રાહદારીઓને કારે ટક્કર મારતા 6ના મોત, 7 ઘાયલ

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. એક ઝડપી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માત અરવલ્લીના કૃષ્ણપુર પાસે થયો હતો.

|
Google Oneindia Gujarati News

Aravalli Road Accident : ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. એક ઝડપી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ભયાનક અકસ્માત અરવલ્લીના કૃષ્ણપુર પાસે થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. તેમની દેખરેખ કરવામાં આવી રહી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી

પોલીસ ઘટના સ્થળે પહોંચી

અત્રે નોંધનીય બાબત છે કે, આ અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને પહેલા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઝડપથી આવતી કારે અડફેટે લીધા

ઝડપથી આવતી કારે અડફેટે લીધા

અરવલ્લીમાં થયેલા અકસ્માતની તસવીર સામે આવી છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે, રાહદારીઓને ટક્કર મારતા કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. કારની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે, ટક્કર કેટલી જોરદાર હતી.

પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી

પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી

પોલીસના જણાવ્યા અનુસાર અરવલ્લીમાં થયેલા અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. જે બાદ તેનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

ઘટના સ્થળે ભારે ભીડ ઉમટી

ઉલ્લેખનીય છે કે, અકસ્માતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, પોલીસ લોકોને દૂર રહેવા માટે કહી રહી છે. મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

English summary
Aravalli Road Accident: 6 died, 7 injured when car hit pedestrians
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X