આર્જેટીનાનું પ્રતિનિધીમંડળ આજે નરેન્દ્ર મોદીને મળશે

શિષ્ટમંડળનું નેતૃત્વ કરી રહેલા આર્જેટીનાના મેંડોજા પ્રાંતના ગર્વનર ડો. ફ્રાંસિસ્કોપેરેજે કહ્યું હતું કે 'અમે આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત દરમિયાન તેમની સાથે ઉચ્ચ શિક્ષણ, અનુસંધાન, રમત-ગમત જેવા અન્ય ક્ષેત્રોમાં ગુજરાત અને આર્જેટીના વચ્ચે ભાગીદારીની સંભાવના અંગે વાતચીત કરીશું. પ્રતિનિધિ મંડલે મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
આ દળ રાજ્યની રાજધાનીમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેકસિટીની પણ મુલાકાત કરી શકે છે. ગુજરાત સરકારે આર્જેટીનાના પ્રતિનિધિમંડળની યાત્રાનું આયોજન કર્યું છે અને તેનો સમન્વય મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલયનું આંતરરાષ્ટ્રીય મામલાઓનું કાર્યલય કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
