૨૪મી સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી : મોઢવાડિયા

એનસીપી સાથેનાં ગઠબંધનના મુદ્દે તેમણે જણાવ્યું કે, એનસીપીના નેતાઓ સાથે ગઠબંધનના મુદ્દે ચર્ચાનો દોર ચાલી રહ્યો છે અમે ટૂંકમાં જાહેરાત કરી દઇશું. કોંગ્રેસનાં શાસનમાં સૌથી વધુ ગૌચર વેચાયું હોવાના ભાજપના આક્ષેપને ફગાવતા મોઢવાડિયાએ જણાવ્યું કે, અમે તો વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા આંકડાઓ સાથે વાત કરીએ છીએ, ગુજરાતમાં ભાજપનાં શાસનમાં ચલણમાં ન હોય તેવા પૈસાના ભાવે કરોડો ચો.મી જમીનો ઉદ્યોગપતિઓને પધરાવી દેવાઇ છે.'
મોઢવાડિયાએ મોદીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે 'જો ભાજપના મુખ્યમંત્રીમાં તાકાત હોય તો કોઇ પણ જાહેર મંચ પર આવી મારો પડકાર સ્વીકારે અને ગૌચરના મુદ્દે જાહેર મંચ પર ચર્ચા કરે.'












Click it and Unblock the Notifications
