અરાઉન્ડ ધ ગુજરાતઃ વાંચો, આજે રાજ્યમાં ક્યાં શું થયું
ગાંધીનગર, 1 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો,ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા દ્વારા સિદ્ધપુરમાં પોતાની માતાની માતૃતર્પણ વિધિ કરવામાં આવી હતી. મુસ્લિમ શખ્સોના ટાળો દ્વારા લીલીયા તાલુકા વિહિપ પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી અજીતભાઇ પવનભાઇ ખુમાણ અને તેમના ભાઇ ભરતભાઇ પવનભાઇ ખુમાણની જાહેરમાં હત્યા નીપજાવવામાં આવી છે. પાટણની પીટીસી કોલેજમાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર કેસના આરોપી દ્વારા કરવામા આવેલી અપીલને હાઇકોર્ટે ફગાવી દીધી છે અને તેમની આજીવન કેદની સજાને યથાવત રાખી છે તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સિદ્ધપુરઃ રવિન્દ્ર જાડેજાએ માતાની માતૃતર્પણ વિધિ કરી
ભારતીય ક્રિકેટ ટીમના યુવાન ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા દ્વારા સિદ્ધપુરમાં પોતાની માતાની માતૃતર્પણ વિધિ કરવામાં આવી હતી. આ તકે રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે, મારી માતાની ઇચ્છા હતી કે હું એક સારો ક્રિકેટર બનુ અને એ પૂર્ણ થતા હું આજે મારી માતાનું તર્પણ કરી માતૃઋણમાંથી મુક્તિ મેળવું છું.

લીલીયાઃ વિહિપ પ્રમુખ અને ભાઇની કરપીણ હત્યા
લીલીયાના ગુંદરણ ગામે શનિવારે સાંજે મુસ્લિમ શખ્સોના ટાળો દ્વારા લીલીયા તાલુકા વિહિપ પ્રમુખ અને તાલુકા ભાજપના મહામંત્રી અજીતભાઇ પવનભાઇ ખુમાણ અને તેમના ભાઇ ભરતભાઇ પવનભાઇ ખુમાણની જાહેરમાં હત્યા નીપજાવવામાં આવી છે. આ ટોળાએ તિક્ષ્ણ હથિયારો અને બંદુકથી ફાઇરિંગ કરતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર બન્ને પક્ષો વચ્ચે પહેલાંથી જ જમીનને લઇને વિખવાદ હતો. આ ઘટનાના પગલે કોમી તંગદીલીનું વાતાવરણ ના ફેલાય એ માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે અને વધારાનો પોલીસ કાફલો અને એસઆરપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુરતઃ ઉદ્યોગપતિના પુત્રનો અપહરણ બાદ છુટકારો
સુરતના જાણીતા બિલ્ડર અને ટેક્સટાઇલ ઉદ્યોગકાર હનીફ હિંગોરાના પુત્ર સોહેલનું બિહાર ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણી મળ્યા બાદ તેનો છુટકારો થયો છે. માહિતી અનુસાર યુવાન પુત્રની મુક્તિ માટે હનીફ હિંગોરાએ કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાનો સ્વિકાર કર્યો છે. તેમણે જણાવ્યા પ્રમાણે બિહારની ગેંગ દ્વારા સોહેલને એક મહિના સુધી પટણા નજીક એક મકાનમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. તેને છોડાવવા માટે છ રાજ્યોની પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે ગેંગને કરોડો રૂપિયાની ખડણી ચુકવવી પડી હતી.

પાટણઃ સામૂહિક બળાત્કાર કેસમાં આજીવન કેદ યથાવત
પાટણની પીટીસી કોલેજમાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર કેસના આરોપી દ્વારા કરવામા આવેલી અપીલને હાઇકોર્ટે ફગાવી દીધી છે અને તેમની આજીવન કેદની સજાને યથાવત રાખી છે, જો કે અન્ય એક આરોપીને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને ઘટાડીને 10 વર્ષની કરવામાં આવી છે. સામૂહિક બળાત્કારના આરોપીઓ અશ્વિન પરમાર, મનીષ પરમાર, મહેન્દ્ર પ્રજાપતિ, કિરણ પટેલ, સુરેશ પટેલ સામે પીડિતા પર વારંવાર દુષ્કર્મ કરવાનો અને ગુનાઇત કાવત્રુ ઘડવાનો આરોપ સિદ્ધ થાય છે, તેમ જસ્ટીસ અકીલ કુરેશી અને જસ્ટીસ ઝેડ કે સૈયદની ખંડપીઠે ચુકાદામાં ઠેરવ્યું છે. આરોપી અતુલ પટેલના કેસમાં કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, તેમની સામે એકવાર દુષ્કર્મ કરવાનો ગુનો સાબિત થયા છે, જેમાં આજીવન કેદના બદલે 10 વર્ષની કેદની સજા યોગ્ય છે.

અમદાવાદઃ પ્રથમ વખત સમલૈંગિક રેલી યોજાઇ
અમદાવાદ શહેર ખાતે પહેલીવાર સમલૈંગિકોની રેલી યોજાઇ હતી. આ રેલી ઇન્કમ ટેક્સથી ગાંધી આશ્રમ સુધી યોજાઇ હતી. આ રેલીમાં માત્ર ગુજરાતના સમલૈંગિકો નહીં પરંતુ દેશ વિદેશની ગે કોમ્યુનિટીના લોકોએ પણ ભાગ લીધો હતો. પોતાને સામાન્ય માણસની જેમ તમામ હકો અને અધિકારો મળવા જોઇએ તેવી વેદના આ રેલીમાં સમલૈંગિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
