For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડશે AAP, 2 એપ્રિલે 2 રાજ્યના મુખ્યમંત્રી રોડ શો કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂરી તાકાતથી લડશે AAP, 2 એપ્રિલે 2 રાજ્યના મુખ્યમંત્રી રોડ શો કરશે

|
Google Oneindia Gujarati News

દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને મળેલા જનતાના પ્રતિસાદ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત હાંસલ કરી હતી. હવે પાર્ટી ગુજરાતમાં બમણા જોશ સાથે ચૂંટણી પ્રચાર કરવાની તૈયારીમાં છે. અમદાવાદમાં 2 એપ્રિલે કેજરીવાલ અને ભગવંત માનના રોડ શોનો પ્રસ્તાવ મૂકાયો છે. ત્યારે બે રાજ્યના મુખ્યમંત્રી રોડ શો દ્વારા જનતાની વચ્ચે આવશે.

Arvind Kejriwal

પંજાબમાં કોંગ્રેસને સત્તાથી દૂર કરનાર આમ આદમી પાર્ટી હવે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની તૈયારી કરી રહી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈ આમ આદમી પાર્ટી કમર કસી રહી છે. આ દિવસે આમ આદમી પાર્ટી પોતાની પૂરી તાકાત ઝોંકી દેવાની તૈયારીમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં 2 એપ્રિલે રોડ શો કરવા જઈ રહ્યા છે. જેમાં તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રહેશે.

આમ આદમી પાર્ટીના સૂત્રોનું માનીએ તો પંજાબમાં સટીક રણનીતિ નક્કી કરવા પાછળનો રોલ સંદીપ પાઠકનો હતો. જેમણે ત્યાં સર્વે અને ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા નિભાવી. હવે પંજાબમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત બાદ સંદીપના ફોર્મ્યૂલાને આમ આદમી પાર્ટી માટે ફિટ માનવામાં આવી રહ્યા છે. એવામાં પાર્ટીના પ્રમુખ નેતા હવે પાઠક ભૂમિકાને નજરઅંદાજ કરવા નથી માંગતા. માનવામાં આવી રહ્યું છે કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ આમ આદમી પાર્ટી પોતાની સફળતા માટે તેમની રણનીતિ પર ભરોસો કરશે. માનવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બર મહિના સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ થઈ શકે છે. જેને જોતાં રાજનૈતિક દળ સક્રિય થઈ ગયા છે. દિલ્હીના સીએમ કેજરીવાલના 2 દિવસીય ગુજરાત પ્રવાસની વાત કહેવામાં આવી રહી છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યની મોટી હસ્તીઓની મુલાકાત લેશે.

આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને જોતાં પ્રચાર પ્રસારની પૂરી તૈયારીઓ કરી લીધી છે. પાર્ટીએ 9 રાજ્યો માટે નવા પદાધિકારીઓની નિયુક્તિ કરી. જેમાં એવાં બધાં જ રાજ્યો સામેલ છે જેમાં આ વર્ષે અથવા તો 2023માં વિધાનસભા ચૂંટણી થનાર છે. જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી પર નજર બનાવીને બેઠી છે. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢના આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં દિલ્હીના બુરાડીથી ધારાસભ્ય સંજીવ ઝાને આમ આદમી પાર્ટીએ અનુસૂચિત જનજાતી બહુલ રાજ્યમાં પાર્ટીના રાજનૈતિક મામલાના પ્રભારી બનાવ્યા છે.

English summary
Arvind Kejriwal and bhagwant mann road show in ahmedabad on 2nd april
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X