વલસાડમાં કેજરીવાલે કહ્યુ - લૂટેરા અને કંસની ઓલાદોનો હવે થશે સફાયો

આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં મોરચો સંભાળી રહ્યા છે. વલસાડમાં કેજરીવાલે એક જનમેદનીને સંબોધી. જાણો તેમણે શું કહ્યુ.

વલસાડઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતમાં મોરચો સંભાળી રહ્યા છે. શનિવારે તેમણે દાહોદમાં રેલી કરી અને રવિવારે વલસાડ પહોંચ્યા. અહીં તેમણે એક વિશાળ જનસભાને સંબોધી. દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ કે, 'એક પોલીસવાળાએ જણાવ્યુ કે અહીં 1.5 લાખ લોકો આવ્યા છે. આ પાર્ટીઓ(ભાજપ-કોંગ્રેસ)ની જેમ લોકો પૈસા આપીને નથી લાવવામાં આવ્યા. આ બધા સમય કાઢીને પોતાની મરજીથી અહીં આવ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આ બધાના પ્રેમનુ ઋણ એ જરુર ચૂકવશે.'

kejriwal

સીએમ કેજરીવાલે કહ્યુ કે, આમને કામ પૂછવા જાવ તો કહે છે કે પૈસા નથી, સરકાર ખોટમાં ચાલી રહી છે. ક્યાં ગયા બધા પૈસા? આમના એક ધારાસભ્ય છે, જેમની પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી જ્યારે હવે તેમની પાસે 1000 એકર જમીન છે. 27 વર્ષ આમણે લૂંટવામાં કોઈ કસર છોડી નથી. વળી, તેમણે(ભાજપ) હોર્ડિંગમાં ભગવાન વિરુદ્ધ અપશબ્દ લખ્યા. રાક્ષસ અને કંસની ઓલાદો ભગવાનનુ અપમાન કરે છે. પહેલા રાક્ષસ ગુંડાગિરી અને મહિલાઓ સાથે બળાત્કાર કરતા હતા. જેટલા લોકો ભગવાનનુ અપમાન અને ગુંડાગિરી કરી રહ્યા છે, એ બધા કંસની ઓલાદો છે.'

દિલ્લીના સીએમ કેજરીવાલે આગળ કહ્યુ હું હનુમાનનો ભક્ત છુ, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મારા દાદી મને પ્રેમથી કૃષ્ણ બોલાવતા હતા. ભગવાને આશીર્વાદ આપીને મને મોકલ્યો છે. કે આ લૂંટેરાનો, કંસની ઓલાદોનો, આ રાક્ષસોનો સફાયો કરવાનો છે. તમારી મારી સાથે મળીને ભગવાનનુ કામ કરવાનુ છે. આઈબીના રિપોર્ટ પછી બંને પાર્ટી રાતે 12 વાગે સિક્રેટ મીટિંગો કરે છે. બંને મળીને મને ગાળો આપે છે. ભગવાનની કૃપા થઈ રહી છે, ગુજરાતમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. કોંગ્રેસની 10થી પણ ઓછી સીટો આવી રહહી છે, તેમના પર મત બરબાદ ના કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X