For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મોડલના 'પ્રશંસક' છે અરવિંદ પનગરિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 જાન્યુઆરી: જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનગરિયા નીતિ પંચ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાંસફોર્મિંગ ઇન્ડિયા)ના પ્રથમ ઉપાધ્યક્ષ નિમવામાં આવ્યા છે. નીતિ પંચ 65 વર્ષ જૂના યોજના પંચનું સ્થાન લેશે.

અરવિંદ પનગરિયાને નરેન્દ્ર મોદીના ગુજરાતના મોડલના સમર્થક ગણવામાં આવે છે. સામાન્ય ચૂંટણીઓ પહેલાં તેમણે ગુજરાતના વિકાસ મોડલના પક્ષમાં લેખ લખ્યાં હતા. ભારતીય-અમેરિકી અર્થશાસ્ત્રી 62 વર્ષીય પનગરિયા કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે.

કોલંબિયા યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર તેમણે 1970ના દાયકામાં રાજસ્થાન યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં બીએ અને એમએ કર્યું હતું અને પ્રિંસ્ટન યુનિવર્સિટીથી પીએચડી કર્યું. તે એશિયન ડેવલોપમેન્ટ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી રહેવા ઉપરાંત વર્લ્ડ બેંક, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ વેપાર સંગઠન અને વેપાર તથા વિકાસ પર સંયુક્ત રાષ્ટ્રની સાથે પણ કામ કરી ચૂક્યાં છે.

arvind-panagariya

વસુંધરા રાજેના સલાહકાર
અરવિંદ પનગરિયા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના આર્થિક સલાહકાર સમિતિના ઉપાધ્યક્ષ રહી ચૂક્યાં છે અને રાજસ્થાનમાં થયેલા શ્રમ સુધારાઓમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ગણવામાં આવે છે.

આ ઉપરાંત નવા કમિશના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અર્થશાસ્ત્રી વિવેક દેબરોય અને રક્ષા અનુસંધાન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ)ના પ્રમુખ વીકે સારસ્વતને પણ પૂર્ણ કાલિન સદસ્યના રૂપમાં નિમવામાં આવ્યા છે.

કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ, અરૂણ જેટલી, સુરેશ પ્રભુ અને રાધા મોહન સિંહને પૂર્વ સભ્ય નિમવામાં આવ્યા છે જ્યારે નિતિન ગડકરી, સ્મૃતિ ઇરાની અને થાવર ચંદ ગેહલોતને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે.

English summary
Arvind Panagariya is fan of Gujarat Model.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X