નારાયણ સાંઈની પેરોલ અરજી ફગાવાઈ, સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશ પર લગાવી રોક
બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલ આશારામ બાપુના દીકરા નારાયણ સાંઈને જેલમાં પેરોલ મળ્યા નથી.
નવી દિલ્લીઃ બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલ આશારામ બાપુના દીકરા નારાયણ સાંઈને જેલમાં પેરોલ મળ્યા નથી. નારાયણ સાંઈ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં પેરોલની અરજી કરવામાં આવી હતી જેને હાઈકોર્ટે સ્વીકારીને નારાયણ સાંઈના બે સપ્તાહના પેરોલને મંજૂરી આપી હતી. જો કે પીડિત પક્ષે આ કેસને જ્યારે સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો તો આજે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી. આ સાથે જ નારાયણ સાંઈની અરજી પણ ફગાવી દીધી.

જેલમાં જ રહેશે નારાયણ સાંઈ, અરજી ફગાવાઈ
આજે એટલે કે ગુરુવારના દિવસે હાઈકોર્ટની એકલ પીઠે આદેશને પડકારતી ગુજરાત સરકારની અરજી પર ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એમ આર શાહની પીઠે નારાયણ સાંઈને નોટિસ જાહેર કરી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 2 સપ્તાહ બાદ આગળની સુનાવણી ટાળી દીધી છે. વળી, આ પહેલા 24 જૂને ગુજરાત હાઈકોર્ટની એકલ ન્યાયાધીશ પીઠે નારાયણ સાંઈએ પેરોલ આપી દીધી હતી. નારાયણ સાંઈ ગયા વર્ષે પણ જેલમાં બહાર આવી ચૂક્યો હતો. તેને ડિસેમ્બર, 2020માં હાઈકોર્ટ દ્વારા તેની માની ખરાબ તબિયતના કારણે પેરોલ આપવામાં આવી હતી પરંતુ આ વખતે પેરોલનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રોક લાગી ગઈ જેમાં નારાયણ સાંઈને બે સપ્તાહની રજા આપવામાં આવી હતી.

1972માં જન્મેલ નારાયણ સાંઈ આશારામનો પુત્ર
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં 26 એપ્રિલે નારાયણ સાંઈને સુરતની એક અદાલત દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 376(બળાત્કાર), 377 (અપ્રાકૃતિક ગુનો), 323(હુમલો), 506-2(ગુનાહિત ધમકી) અને 120-બી (ષડયંત્ર) હેઠળ દોષી ગણાવ્યો હતો અને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. સાંઈ કે જે એક સ્વયંભૂ સંત પણ છે. જે સ્વયં અને તેના પિતા આશારામ પૂર્વ અનુયાયિયોમાંથી એક પીડિત દ્વારા દાખલ બળાત્કાર કેસમાં દોષી જણાતા સજા ભોગવી રહ્યા છે. પિતા અને પુત્ર બંનેને આજીવન કેદ થઈ હતી.

પિતા-પુત્ર બંને ભોગવી રહ્યા છે આજીવન કેદ
આશારામે જે યુવતી સાથે ગંદી હરકત કરી હતી એ જ પીડિતાની બહેને આશારામ સામે ફરિયાદ નોંધાવી હતી. સપ્ટેમ્બર 2013માં આશારામની ધરપકડ થઈ હતી. એ પહેલા તેને બચાવવા માટે ઘણી કોશિશ કરવામાં આવી હતી. તેના સમર્થકોએ ક્યારેક ઈન્દોર તો ક્યારેક જોધપુર ક્યારેક શાહજહાંપુરમાં પીડિત પક્ષને ધમકીઓ આપી. બાદમાં જ્યારે પોલિસે આશારામને પકડી લીધા ત્યારે સમર્થકોએ ઉત્પાત પણ મચાવ્યો હતો. આશારામ લગભગ 10 હજાર કરોડના સામ્રાજ્યનો પ્રમુખ હતો. તેની ઓળખ એક કથાવાચક સંત તરીકે થઈ ગઈ હતી. જો કે તેના બીજા પણ ધંધા ચાલી રહ્યા હતા.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
