For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલી આશા પટેલને જોરદાર ઝાટકો

ગુજરાતના ઊંઝામાં કોંગ્રેસથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલી વિધાયક આશા પટેલને પોતાના જ લોકોએ જોરદાર ઝાટકો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ઊંઝામાં કોંગ્રેસથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલી વિધાયક આશા પટેલને પોતાના જ લોકોએ જોરદાર ઝાટકો આપ્યો છે. ખરેખર તે સમયે તેમના નજીકના 500 કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા, જેમાંથી હવે મોટાભાગના લોકો કોંગ્રેસમાં પાછા ચાલ્યા ગયા છે. આ ઘરવાપસીને કારણે આશા પટેલને નિરાશા હાથ લાગી છે. લોકસભા ચૂંટણી પહેલા તેમનું આ રીતે ભાજપ છોડવું આશા પટેલ માટે મુસીબત બની શકે છે.

Asha Patel

ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી 23 એપ્રિલે છે હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયેલા બધા જ સદસ્યો ચૂંટણી પ્રચાર કાર્યમાં લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ વિધાયક આશા પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાની રાજીનામુ આપ્યું હતું. ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની સાથે સાથે ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી પણ નક્કી કરી છે. હવે આવી સ્થિતિમાં આશા પટેલને જયારે ચૂંટણી અભિયાન માટે કાર્યકર્તાઓની જરૂર છે, ત્યારે તેમની પાસે કાર્યકર્તાઓ જ નથી રહ્યા કારણકે તેઓ કોંગ્રેસમાં ચાલ્યા ગયા છે.

આ પણ વાંચો: કોંગ્રેસથી મળેલી ઈજ્જત, પ્રેમ અને તાકાત પચાવી ના શક્યા અલ્પેશ ઠાકોર: હાર્દિક પટેલ

બીજી બાજુ ભાજપના પૂર્વ વિધાયક નારણ પટેલ અને તેમના સાથી કાર્યકર્તાઓ આશા પટેલને જીતાડવાના મૂડમાં નથી દેખાતા. આ માહોલમાં આશા પટેલની આશા પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે. પાર્ટી સાથે સૂત્રોનું કહેવું છે કે ઊંઝા તાલુકા પંચાયતના 13 સદસ્યો કોંગ્રેસમાં જોડાયા છે, જેથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા ફરીથી આવી શકે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના 'યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો? જાણો

ઊંઝા શહેરના નિગમના સદસ્યો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જેથી આશા પટેલની જીતવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે. કોંગ્રેસના બાગી નેતાને હરાવવા માટે કોંગ્રેસ સહીત ભાજપના અસંતુષ્ટ કાર્યકર્તાઓ પણ મેદાનમાં છે. ભાજપના સ્થાનીય નેતાઓ ઘ્વારા ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો જયારે ભાજપે આશા પટેલને ટિકિટ આપી હતી.

English summary
Asha Patel's related workers returned to the Congress party at gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X