કોંગ્રેસથી મળેલી ઈજ્જત, પ્રેમ અને તાકાત પચાવી ના શક્યા અલ્પેશ ઠાકોર: હાર્દિક પટેલ
ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી છોડનાર અલ્પેશ ઠાકોર પર જોરદાર પ્રહાર કર્યો છે.
ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી છોડનાર અલ્પેશ ઠાકોર પર જોરદાર પ્રહાર કર્યો છે. શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પેટેલે કહ્યું કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે સમ્માન અને તાકાત આપી, પરંતુ તેઓ તેને પચાવી શક્યા નહીં. કેટલાક લોકો હોય છે જેઓ વધારે સમ્માન પચાવી નથી શકતા. આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ જોઈન કરી હતી, પરંતુ તેના 18 મહિના પછી જ તેમનો કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો અને તેમને કોંગ્રેસ છોડી દીધી.
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસના 'યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો? જાણો

અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો પ્રેમ પચાવી ના શક્યા: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસે આટલું સમ્માન અને શક્તિ આપી હતી પરંતુ અલ્પેશ ઠાકોર તેને પચાવી ના શક્યા. આપને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર સહીત તેમના બે વિધાયક સાથીઓએ પણ ઠાકોર સેનાના કાર્યકર્તાઓની અનદેખી અને અપમાનને કારણે કોંગ્રેસ છોડી દીધી છે. એટલા માટે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર પણ નથી કરી રહ્યા તેઓ એનસીપી માટે ચૂંટણી પ્રચાર કરશે. તેમને દાવો કર્યો છે કે જયારે 2022 દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી થશે ત્યારે ઠાકોર મુખ્યમંત્રી હશે.

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડ્યું
અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર ટિકિટ વેચવા અને વિશ્વાસઘાત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેની સાથે તેમને એવું પણ જણાવ્યું છે કે તેઓ કોઈ પાર્ટી સાથે નહીં જોડાય. તેમને કહ્યું કે તેઓ નિર્દલીય વિધાયક તરીકે ઠાકોર સમાજની સેવા કરશે. ખબર આવી રહી છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 5 વાર અલ્પેશ ઠાકોરને સમજાવવાની કોસિસ કરી પરંતુ તેઓ નહીં માન્યા.

ભાજપાએ મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે ફરી એકવાર ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે મને લોકસભા ચૂંટણી લડવાથી રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા. ભાજપના વકીલોએ મને રોકવાની પુરી કોશિશ કરી, જેને કારણે આ વખતે હું લોકસભા ચૂંટણી નથી લડી રહ્યો. હાર્દિક પટેલે કહ્યું કે આગળ પણ ઘણી ચૂંટણી બાકી છે.












Click it and Unblock the Notifications
