ગુજરાતમાં કોંગ્રેસના ‘યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો? જાણો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના દોઢ વર્ષ પણ પૂરા નથી થયા પરંતુ આટલા દિવસોમાં જ કોંગ્રેસ માટે અહીંની રાજકીય સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. જો 2017ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પર નજર નાખીએ તો, ગુજરાતના ત્રણ 'યુવા ચહેરાઓ' એ જ દશકો બાદ રાજ્યમાં કોંગ્રેસની હવા તૈયાર કરી હતી. તેમણે રાજ્યમાં એવો માહોલ ઉભો કરી દીધો કે ભગવા જૂથે ખરા અર્થમાં સરકાર બચાવવા માટે એક એક સીટ માટે સંઘર્ષ કરવો પડી ગયો. તે ત્રણે ચહેરા અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને પટેલોના યુવા નેતા હાર્દિક પટેલ હાલમાં ચૂંટણી મૌન પાળી રહ્યા છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં તે અલગ અલગ કારણોસર કોંગ્રેસ માટે એ હદે ફાયદાકારક નથી રહ્યા જેટલા વિધાનસભા ચૂંટણીમાં તેને સફળતા અપાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એક તો પાર્ટી છોડીને ખુલ્લેઆમ બગાવત કરી ઝંડો બુલંદ કરી રહ્યા છે. એવામાં સવાલ ઉઠવો વાજબી છે શું જે યુવા ચહેરાના દમ પર કોંગ્રેસે ગુજરાતમાં ભાજપને પડકારવાનો દમ બતાવ્યો હતો, આજે તે ચહેરા ભગવા જૂથના 'મિશન 26'નો રસ્તો સરળ નથી કરી રહ્યા?

અલ્પેશ ઠાકોરે પાર્ટી જ છોડી દીધી
ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મદદ કરનાર ત્રણે યુવા ચહેરાઓમાં સૌથી મોટો ઝટકો પાર્ટીને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે આપ્યો છે. તે પોતાની સાથે વધુ બે ધારાસભ્યો ધવલસિંહ ઠાકોર અને ભરતજી ઠાકોર સાથે ‘હાથ'ને ટાટા કરી ચૂક્યા છે. ગુજરાક ચૂંટણી પહેલા તેમણે ઠાકોર ક્ષત્રિય સેના તરફથી ડ્રાય સ્ટેટ ગુજરાતમાં દારૂ પીવાના વિરોધમાં અભિયાન ચલાવીને ખૂબ લોકપ્રિયતા કમાઈ હતી. બાદમાં તેમને કોંગ્રેસમાં શામેલ કરી લેવામાં આવ્યા અને તે રાધનપુર વિધાનસભા વિસ્તારમાંથી 14,000 થી વધુ મતોથી જીતી ગયા હતા. માનવામાં આવી રહ્યુ છે કે તે પોતે પાટણ લોકસભા ક્ષેત્રથી ચૂંટણી લડવા ઈચ્છતા હતા અને સાંબરકાંઠા લોકસભા સીટથી પોતાના સંગઠનના ઉમેદવાર માટે ટિકિટ માંગી રહ્યા હતા. પરંતુ વાત બની નહિ અને તે અલગ થઈ ગયા. હાલમાં તેમણે ભાજપમાં ન જઈને અલગથી પોતાના સંગઠન માટે કામ કરવાની વાત કહી છે. પરંતુ ચૂંટણીની બરાબર પહેલા એક યુવા ઓબીસી નેતાનો હાથ છોડવો નિશ્ચિત રીતે કોંગ્રેસ માટે નુકશાનકારક અને ભારતીય જનતા પાર્ટી માટે લાભકારી સાબિત થતુ જોવા મળી રહ્યુ છે.

ગુજરાતમાં નહિ બેગુસરાયમાં ચક્કર કાપી રહ્યા છે મેવાણી
અલ્પેશની જેમ જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં શામેલ તો નહોતા થયા પરંતુ ગુજરાત વિધાનસભામાં તેમણે રાહુલ ગાંધીનો હાથ મજબૂત કરવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. મેવાણી ત્યારે સમાચારોમાં આવ્યા જ્યારે તેમણે જુલાઈ 2016માં ગુજરાતના ઉના કાંડનો ઝંડો બુલંદ કર્યો. દલિતોની પિટાઈની એ ઘટનાના આક્રમક વિરોધે મેવાણીને રાતોરાત આખા દેશમાં ચર્ચિત કરી દીધા હતા. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વડગામ સીટની ઑફર આપી હતી પરંતુ તે પાર્ટીના સમર્થથી અપક્ષ રીતે ચૂંટણી જીત્યા હતા. ઉના કાંડના બહાને કોંગ્રેસ અને તેમના સહયોગીએ આખા ભારતમાં ભાજપ સામે એક માહોલ ઉભો કરવામાં સફળતા મેળવી હતી. જેની પાછળ મેવાણીનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ હતુ. પરંતુ આ ચૂંટણીમાં મેવાણી ગુજરાતની ચિંતા છોડીને બિહારના બેગુસરાયમાં પરસેવો પાડી રહ્યા છે. ત્યાંના સીપીઆઈ ઉમેદવાર અને ‘ટુકડા-ટુકડા' કાંડથી ચર્ચિત જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર માટે મત માંગી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે કે મેવાણી વગર કોંગ્રેસ ગુજરાતના દલિતોમાં વિધાનસભા ચૂંટણીની જેમ પોતાની સાખ કેવી રીતે બનાવી શકશે? આ તરફ મેવાણીનો રાજકીય ગોલ ગુજરાતથી આગળ વધી ચૂક્યો છે. તે પોતાને નેશનલ લેવલના દલિત આઈકન રૂપે ઉભારવા ઈચ્છે છે. એટલે કે ગુજરાતમાં ભાજપના રસ્તાનો વધુ એક કાંટો આ ચૂંટણીમાં તેમનાથી બે હજાર કિલોમીટર દૂર જઈ ચૂક્યો છે.

હાર્દિકનો દાવ પણ ફેલ
કોંગ્રેસે ગુજરાતના યુવા પટેલ નેતા હાર્દિક પટેલને પાર્ટીમાં શામેલ કરાવવા માટે ગાંધીનગરમાં બહુ ભારે ભરખમ સમારંભનું આયોજન કર્યુ હતુ. પ્રિયંકા ગાંધી વાડ્રા સામેથી રાજકારણ શરૂ કર્યા બાદ અહીં પહેલુ ડેબ્યુ ભાષણ આપવા પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં હાર્દિકના કારણે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને ખેલ બગડી ગયો હતો. માહિતી મુજબ વર્તમાન લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેમના માટે જામનગર સીટથી ટિકિટ પાક્કી કરી ચૂકી હતી. છેવટે ગુજરાતમાં 12 ટકા પાટીદાર મત બેંકનો પોતાનો દબદબો છે. પરંતુ પટેલ અનામત આંદોલનના કારણે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા હાર્દિકને પોતાની જ કરણીની સજા ભોગવવી પડી ગઈ. વિધાનસભા ચૂંટણીમાં તેમની સામે ઉંમરનો લોચો હતો અને લોકસભા ચૂંટણીમાં તેમની સામે મહેસાણા હુલ્લડોનો કેસ આવી ગયો જેમાં તેમને સજા મળેલી છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ વકીલોની ફોજ સાથે સુપ્રીમ કોર્ટ સુધી દોડ લગાવી પરંતુ તેમને ચૂંટણી લડવાની મંજૂરી ન મળી અને તેમની સાથે તેમની પાર્ટીની ઈચ્છાઓ પર પણ પાણી ફરી ગયુ. આમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્થિક રીતે પછાતોને 10 ટકા અનામત આપીને તેમના મુદ્દાની હવા પહેલા જ કાઢી ચૂક્યા છે. તથ્ય એ પણ છે કે આજની તારીખમાં યુવા પાટીદારોનો એક વર્ગ જ તેમની સાથે જોડાયેલો છે અને મોટાભાગના પટેલ કોંગ્રેસથી અંતર જાળવતા આવ્યા છે.
આ પણ વાંચોઃ કોણ છે આ ક્યુટ બેબી જેની સાથે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે બિમાર ઋષિ કપૂર