For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિગ્નેશ મેવાણી કેસમાં કોર્ટે જામીન આપી આસામ પોલિસને જોરદાર ઝાટકી

ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એક મહિલા કૉન્સ્ટેબલ પર કથિત હુમલામાં ફસાવવાની કોશિશ કરવા માટે આસામની કોર્ટે રાજ્ય પોલિસની જોરદાર ઝાટકણી કાઢી છે.

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એક મહિલા કૉન્સ્ટેબલ પર કથિત હુમલામાં ફસાવવાની કોશિશ કરવા માટે આસામની કોર્ટે રાજ્ય પોલિસની જોરદાર ઝાટકણી કાઢી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્વિટ મામલે આસામની એક અન્ય કોર્ટ દ્વારા જામીન અપાયા બાદ તરત જ 25 એપ્રિલે આસામ પોલિસે એક નિર્મિત હુમલાના કેસમાં જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં આસામની બારપેટાની કોર્ટે તેમને જામીન આપીને શુક્રવારે(29 એપ્રિલે) આ ટિપ્પણી કરી.

jignesh mewani

બારપેટ સેશન કોર્ટે જિગ્નેશ મેવાણીને જામીન આપવાના પોતાના આદેશમાં ગુવાહાટી હાઈકોર્ટથી રાજ્યમાં હાલના દિવસોમાં પોલિસની બળજબરદીઓ વિરુદ્ધ એક અરજી પર વિચાર કરવાનો પણ અનુરોધ કર્યો છે. સત્ર અદાલતે ગુવાહાટી કોર્ટને એ પણ આગ્રહ કર્યો છે કે કે આસામ પોલિસને બૉડી કેમેરા પહેરવા અને પોતાના વાહનોમાં સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ આપે જેથી કોઈ આરોપીને કસ્ટડીમાં લઈ જવાની ઘટનાઓના ક્રમને રેકૉર્ડ કરી શકાય.

સત્ર ન્યાયલયના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશ ચક્રવર્તીએ પોતાના આદેશમાં કહ્યુ, 'આપણી મહેતનથી અર્જીત લોકતંત્રને પોલિસ રાજ્યમાં બદલવુ અકલ્પનીય છે. જો તત્કાલ મામલાને સાચુ માની લેવામાં આવે અને મેજિસ્ટ્રેટ દ્વારા મહિલાના નિવેદનના આધારે... જે નથી, તો આપણે દેશના ગુનાહિત ન્યાયશાસ્ત્રને ફરીથી લખવુ પડશે.'

વળી, કોર્ટે કહ્યુ, 'FIR વિરુદ્ધ, મહિલા કૉન્સ્ટેબલે વિદ્વાન મેજિસ્ટ્રેટ સામે એક અલગ કહાની બતાવી છે...મહિલાની સાક્ષીને જોતા એવુ લાગે છે કે આરોપી જિગ્નેશ મેવાણીને લાંબા સમય માટે કસ્ટડીમાં રાખવાના ઉદ્દેશથી તત્કાલ કેસ બનાવવામાં આવ્યો છે. આ અદાલતની પ્રક્રિયા અને કાયદાનો દુરુપયોગ છે.'

ઉલ્લેખનીય છે કે આસામમાં ભાજપ સત્તાધારી પાર્ટી છે. જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટસ પર તેમની ધરપકડ અને મહિલા કૉન્સ્ટેબલ પર બાદમાં કથિત હુમલા પાછળ ભાજપનો જ હાથ છે. જેને અદાલતે હવે 'નિર્મિત હુમલો(Manufastured case)' ગણાવ્યો છે. તેમણે કહ્યુ ક સત્તારુઢ ભાજપે 'એક મહિલાનો ઉપયોગ કરીને' તેમની સામે 'કેસ' નોંધાવીને 'કાયરતાપૂર્ણ કામ' કર્યુ છે. તેમણે એનડીટીવી સાથે વાતચીત દરમિયાન દક્ષિણ ભારતની મૂવી પુષ્પાનો એક ડાયલૉગ બોલીને કહ્યુ કે 'મે ઝૂકેગા નહિ.'

English summary
Assam state session court slams Assam police on Gujarat MLA Jignesh Mewani case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X