For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર આપશે 1 લાખની લોન, 10 લાખ લોકોને મળશે લાભ, 6 મહિના સુધી હપ્તો નહિ

ગુજરાત સરકારે લઘુ ઉદ્યોગ, વેપાર, દુકાન તેમજ નાના-મોટો ધંધો કરનાર લોકોને ગેરેન્ટી વિના એક-એક લાખ રૂપિયાની લોન આપવાની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે લઘુ ઉદ્યોગ, વેપાર, દુકાન તેમજ નાના-મોટો ધંધો કરનાર લોકોને ગેરેન્ટી વિના એક-એક લાખ રૂપિયાની લોન આપવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે ફેસબુક લાઈવ દ્વારા ખુદ આનુ એલાન કર્યુ. રૂપાણીએ કહ્યુ કે રાજ્યના લગભગ 10 લાખ લોકોને આર્થિક સંકટમાંથી ઉભારવા તથા તેમના ધંધા તેમજ કારોબાર ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે સરકાર આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના લાવી છે.

3 વર્ષ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન

3 વર્ષ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન

મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર રાજ્યની સહકારી બેંકો, જિલ્લા બેંકોની અઢી હજારથી વધુ શાખાઓ તેમજ ક્રેડિટ સોસાયટીઓ દ્વારા લઘુ ઉદ્યોગ, વેપાર, દુકાન, નાનો-મોટા ધંધો કરીને ગુજરાન ચલાવનાર, ઈલેક્ટ્રીશિયન, કારીગર, શ્રમિકોને 3 વર્ષ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજો આપશે. આ લોનમાં 6 મહિના સુધી કોઈ ઈએમઆઈ પણ નહિ ચૂકવવી પડે. સહકારી બેંકમાંથી અપાનાર આ લોનનુ બાકીનુ 6 ટકા વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. લોન માટે કોઈ પણ સિક્યોરિટીની જરૂર નથી. માત્ર અરજી કરવા પર બેંકમાંથી આ લોન મળી જશે.

વહેલી તકે શરૂ થશે વેપાર ઉદ્યોગ

વહેલી તકે શરૂ થશે વેપાર ઉદ્યોગ

તમને જણાવી દઈએ કે પીએમ મોદી દ્વારા આત્મનિર્ભર નામના 20 લાખ કરોડના પેકેજનુ એલાન કરવામાં આવ્યુ હતુ. રૂપાણી સરકાર એ જ રીતે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની ઘોષણા કરી છે.સરકારના જણાવ્યા મુજબ નાના વેપારીઓને માત્ર 2 ટકા વ્યાજ પર 1 લાખ રૂપિયાની લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખુદ સીએમ રૂપાણીએ આની ઘોષણા કરી અને રાજ્યમાં વહેલી તકે વેપાર ઉદ્યોહ શરૂ કરવાના સંકેત પણ આપ્યા.

50 દિવસ બાદ રાજકોટમાં શરૂ થયા ઉદ્યોગ

50 દિવસ બાદ રાજકોટમાં શરૂ થયા ઉદ્યોગ

વળી, રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી હોવાના કારણે ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે લૉકડાઉનના લગભગ 50 દિવસ બાદ ગુરુવારથી ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના જીઆઈડીસી, મવડી અને સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ સહિત અલગ અલગ 11 ક્ષેત્રોમાં સ્થિત ઘણા ઉદ્યોગોનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉદ્યોગોને અત્યારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી શરૂ કરવાની છૂટ મળી છે. જો આવનારા સમયમાં પણ પૉઝિટીવ દર્દી ઓછા રહ્યા તો આ છૂટ વધારવાની સંભાવના પ્રશાસને વ્યક્ત કરી છે.

ફેક્ટ ચેકઃ બંગાળમાં દલિત હિંદુઓ સાથે થયેલી હિંસાના ફોટા વાયરલ, જાણો સચ્ચાઈફેક્ટ ચેકઃ બંગાળમાં દલિત હિંદુઓ સાથે થયેલી હિંસાના ફોટા વાયરલ, જાણો સચ્ચાઈ

English summary
Atmanirbhar Gujarat Sahay Yojana: Govt will give loans without guarantee to 10 lakh people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X